મહેસાણા બીજા એડીશનલ એન્ડ ડીસ્ટ્રીક્ટ એન્જ સેશન્સ કોર્ટમાં સ રકારી વકીલની વિજય બારોટની ધારદાર દલીલોને પગલે અરજી ફગાવી
ગરવી તાકાત, મહેસાણા તા. 07 – ગત તા. 21-5-24ના રોજ ખેરાલુ તાલુકાના લુણવા ગામે બે અલગ અલગ કોમ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઝુલસાદખાન ઇતમતખાન પઠાણ સહિતે ભેગા મળી દિનેશભાઇ સવજીભાઇને લોખંડની પાઇપ તથા લાકડીઓથી માર માર્યો હતો. પ્રથમ સિવિલ હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જે બાબતે હુમલો કરનારા ઝુલસાદખાન સહિત સામે ખેરાલુ પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી હતી. જેમાં પોલીસે ઝુલસાદખાન સહિતની ધરપકડની કરી નામદાર કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંંગણી કરતાં કોર્ટે એક દિવસના રીમાન્ડ આપ્યાં હતા. રીમાન્ડ પુરા થતાં નામદાર કોર્ટમાં હાજર કરતાં કોર્ટે જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.
આ ગુનામાં છેલ્લા દસ માસથી સજા ભોગવી રહેલા ઝુલસાદખાન પઠાણે મહેસાણા બીજા એડીશનલ એન્ડ ડીસ્ટ્રીક્ટ એન્જ સેશન્સ કોર્ટમાં આરોપીએ ક્રિમીનલ પ્રોસિજર કોડની કલમ 439 અન્વયે રેગ્યુલર જામીન અરજી કરી હતી. ત્યારે સરકારી વકીલ વિજય બારોટે ધારદાર દલીલ કરી હતી કે આરોપી ઝુલસાદખાન પોતે વકીલ હોવા છતાં આવો ગંભીર ગુનો કરવા સહિતની દલીલો કરતાં નામદાર કોર્ટે સરકારી વકીલ વિજય બારોટની દલીલોને ધ્યાને લઇ આરોપીને રેગ્યુલર જામીન અરજી રદ કરી હતી.