રાહુ અને કેતુને જ્યોતિષ શાસ્ત્રમાં ક્રૂર ગ્રહ માનવામાં આવ્યા છે અને તેમનું નક્ષત્ર પરિવર્તન કરવું ઘણી રાશિઓના જીવનમાં મોટી ઉથલ-પાથલ મચાવશે
રાહુ-કેતુનું નક્ષત્ર પરિવર્તન શુભ ફળ પ્રદાન કરનાર

રાહુ અને કેતુ સોમવારે રાતે નક્ષત્ર પરિવર્તન કરીને ચિત્રા અને અશ્વિની નક્ષત્રમાં આવ્યા છે. છાયા ગ્રહ માનવામાં આવતા રાહુ અને કેતુનું આ પરિવર્તન કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ ફળ પ્રદાન કરનાર માનવામાં આવી રહ્યું છે. આ રાશિઓની આર્થિક સ્થિતિ સુધરવાની સાથે સાથે તેના કરિયરમાં પણ ઉન્નતિ થઇ શકે છે. ચાલો જાણીએ તમામ રાશિઓ પર આ ગોચરનો પ્રભાવ.
2. મેષ રાશિ પર રાહુ-કેતુનો પ્રભાવ

રાહુ-કેતુના નક્ષત્ર પરિવર્તનથી તમારા વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થશે અને તમારા માટે કરિયરમાં સંભાવનાઓના દ્વાર ખુલશે. જે લોકો પ્રેમ સંબંધમાં છે, તેમના સંબંધોની મજબૂતી વધશે. વિદ્યાર્થીઓને આ દરમિયાન ખૂબ જ સફળતા મળવાની આશા છે. ધન સંબંધિત સમસ્યાઓ ઓછી થશે.
3. વૃષભ રાશિ પર રાહુ-કેતુનો પ્રભાવ

રાહુ-કેતુની સ્થિતિમાં આવેલા આ બદલાવથી તમને સુખ અને લાભની પ્રાપ્તિ થશે અને તમારા ઘરનો માહોલ ખૂબ જ સુખદ રહેશે. જે વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે તેમને સફળતા પ્રાપ્ત થશે. તમને મહેતનનું ફળ મળશે અને શુભ પ્રભાવમાં વૃદ્ધિ થશે.
4. મિથુન રાશિ પર રાહુ-કેતુનો પ્રભાવ

રાહુ-કેતુનું ગોચર તમારા જીવનમાં નકારાત્મક પ્રભાવ વધારશે. તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. સંતાનોના કારણે તમારે કોઈ વિવાદમાં ફસાવું પડી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમયગાળો ઘણો મુશ્કેલ હોઈ શકે છે. પ્રેમ સંબંધોમાં સમસ્યાઓ વધશે.
5. કર્ક રાશિ પર રાહુ-કેતુનો પ્રભાવ

ગ્રહોની સ્થિતિમાં આ ફેરફારને કારણે તમારા માતા-પિતા સાથેના તમારા સંબંધો પર અસર પડી શકે છે. જો કે, નાની-મોટી વાતો સિવાય, તમારા જીવનમાં બધું સામાન્ય રહેશે. બસ આ સમયે તમારે પૈસાની બાબતમાં સાવધાન રહેવાની અને સમજદારીપૂર્વક ખર્ચ કરવાની જરૂર છે.
6. સિંહ રાશિ પર રાહુ-કેતુનો પ્રભાવ

રાહુ-કેતુના આ પરિવર્તનને કારણે સિંહ રાશિના લોકોના પરિવારમાં અણબનાવ થઈ શકે છે અને પરસ્પર સંબંધો પર અસર થઈ શકે છે. જો કે આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે, પરંતુ તમારે ખૂબ જ કાળજીપૂર્વક ખર્ચ કરવાની જરૂર છે.
7. કન્યા રાશિ પર રાહુ-કેતુનો પ્રભાવ

રાહુ અને કેતુના આ ગોચરથી કન્યા રાશિના લોકો પર અશુભ પ્રભાવ હોવાનું માનવામાં આવે છે. તમારા વાણી દોષને કારણે તમારા સંબંધો પર અસર પડી શકે છે અને તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ વધી શકે છે. પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો વણસી શકે છે. તેથી કોઈની સાથે વાત કરતા પહેલા તમારા શબ્દોને કાળજીપૂર્વક પસંદ કરો.
8. તુલા રાશિ પર રાહુ-કેતુનો પ્રભાવ

રાહુ-કેતુના કારણે તુલા રાશિના લોકોના જીવનમાં ઘણી સકારાત્મક અસર જોવા મળશે. તમારા સંબંધો સુધરશે અને તમે તમારી કારકિર્દીમાં આગળ વધશો. તમારા રચનાત્મક કાર્યોમાં પ્રગતિ થશે અને તમે રિસર્ચમાં વધુ સારા પરિણામો મેળવી શકશો.
9. વૃશ્ચિક રાશિ પર રાહુ-કેતુનો પ્રભાવ

રાહુ-કેતુના પ્રભાવને કારણે વૃષભ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે અને તમારું મન આધ્યાત્મિકતામાં વ્યસ્ત રહેશે. તમને વિદેશ જવાની તક મળી શકે છે અને જો તમે ત્યાં સ્થાયી થવાનું વિચારી રહ્યા છો તો તમારી યોજના સફળ થઈ શકે છે.
10. ધનુરાશિ પર રાહુ-કેતુનો પ્રભાવ

કેતુના કારણે ચિત્રા નક્ષત્રમાં જવાથી તમને આર્થિક લાભ થશે અને તમારું જીવન સ્તર સુધરશે. તમને પૈસા બચાવવામાં પણ સફળતા મળશે અને તમે આર્થિક રીતે સમૃદ્ધ થશો.
11. મકર રાશિ પર રાહુ-કેતુનો પ્રભાવ

મકર રાશિના લોકોના જીવનમાં રાહુ કેતુના કારણે ઘણી સમસ્યાઓ ઉભી થઈ શકે છે અને તમારા પદ અને પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે. પરિવાર અને પિતા સાથે તમારા સંબંધો બગડી શકે છે. ધંધામાં મહેનત કર્યા પછી પણ એટલું પરિણામ નહીં મળે. માનસિક રીતે ખૂબ તણાવમાં રહેશો. મહેનતના પૈસા તમારી સાથે બચશે.
12. કુંભ રાશિ પર રાહુ-કેતુનો પ્રભાવ

રાહુ-કેતુના ગોચરને કારણે તમારા જીવન પર શુભ પ્રભાવ રહેશે. પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધશે અને પિતા સાથે ચાલતી તમામ પ્રકારના અણબનાવ પણ દૂર થશે. મહેનતનું ફળ તમને સફળતાના રૂપમાં મળશે. ધન સંચયમાં વૃદ્ધિ થશે.
13. મીન રાશિ પર રાહુ-કેતુનો પ્રભાવ

મીન રાશિના લોકોના જીવનમાં રાહુ-કેતુના કારણે પરેશાનીઓ ઘણી વધી શકે છે. તમારે બીમારીઓ અથવા કોઈ અકસ્માતનો શિકાર બનવું પડી શકે છે. સાવચેત રહો તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ આ સમયે યોગ્ય નથી. દરેક કામ ધ્યાનથી કરો.