ગરવીતાકાત,થરાદ: આજે ગુરુપૂર્ણિમા ના દિવસે  ગુરુચરણ સ્પર્શ કરી ને ભકતો એ સંતો ના આશિર્વાદ મેળવ્યા હતા જેમાં થરાદ પંથકમાં આવેલ કરબૂણ ગામે મહંત નાગરવન બાપુના દશૅન અથૅ અનેક ભકતો શિષ્યો ગુરુ સમાન સંતોના આશિર્વાદ મળવા હતા  કરબૂણ ગામે તાલુકા અને બહાર થી હજારો ની સંખ્યામાં ભકતો બાપુના આશિર્વાદ લેવા ઉમટી પડયા હતા ત્યારે ગામમાં મેળા જેવો માહોલ સર્જાયો હતો ગુરુપૂર્ણિમા એટલે ગુરૂ શિષ્ય નો મેળાપ સંતો દ્વારા મળતા શબ્દો નો શિષ્ય ઉચ્ચારણ કરે તોય ભવસાગર તરી જાય તેવા પુરાણોમાં કહી રહ્યા છે.

ગુરુપૂર્ણિમા ના પાવન અવસર પર બાપુ નાગરવન દ્વારા આવેલ ભકતો અને શિષ્યો ને ઉપદેશ આપતાં જણાવ્યું હતું કે ગાય માતા ની સેવા કરો દરેક ઘરમાં એક ગાય રાખો અને તેની સેવા ચાકરી કરો ગાય એ આપણી માતા છે તેની કાળજી રાખો વધુ કહું કે આજ કાલ ના લોકો વ્યસન ની પાછળ પાગલ છે ત્યારે આજનો યુવા ધન વ્યસન મુક્તિ મેળવો અને તમારું અને તમારા કુટુંબ સહિત સમાજ માં વ્યસન મુક્તિ કરાવો આમ થરાદ તાલુકા સહિત પંથકમાં ભવ્ય ગુરુપૂર્ણિમા ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી

Contribute Your Support by Sharing this News: