એક જૂથ દ્વારા હવામાં ફાયરીંગ કરાયું, યુવતીને હેરાન કરવાની નોંધાયેલી ફરિયાદના મનદુ:ખને લઈને બનાવ બન્યો : બંને પક્ષે હત્યા પ્રયાસની ફરિયાદ
જામનગર : લાલપુરમાં શનીનાર બપોરે બે મુસ્લિમ જૂથ વચ્ચે હથિયારો સાથેની જૂથ અથડામણ થઇ હતી જેમાં બંને જૂથના છ વ્યક્તિઓને ઈજાઓ પહોચતા તાત્કાલિક જામનગર ખસેડવામાં આવ્યા હતા. યુવતીને હેરાન પરેશાન કર્યાની પોલીસમાં નોંધાયેલ ફરિયાદના મનદુ:ખને લઈને થયેલ બોલાચાલી બાદ બંને પક્ષે હથીયારો ઉડયા હતા. એક પક્ષના એક સખ્સે હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. જામનગર જીલ્લાના લાલપુર તાલુકા મથકે ગઈ કાલે ગંભીર વારદાતનો બનાવ બન્યો હતો. જેમાં બે જૂથ વચ્ચે તીક્ષ્ણ અને બોથડ હથીયારો સામે સામસામે મારામારી થઇ હતી. આ બનાવની સામસામે ફરિયાદો નોંધાવાઈ છે. એક જૂથના સબીરભાઇ ઇસ્માયભાઇ દોદેપોત્રાએ સામેના પક્ષના બશીર સીદીક સમા, નવાઝ બશીર સમા, યુસુફ મજીદ સમા, આરીફ મજીદ સમા, રફીક ઇબ્રાહીમ સમા, ઇરફાઇન ઇબ્રાહીમ સમા, જીકર બશીર સીદીકનો બનેવી રાણાવાવ વાળો, આરીફ રાણાવાવ વાળો, આરીફ મજીદ સોલંકી, ઓસમાણ ઇશાક સમા, આસલી અબાબભાઇ તથા અજાણ્યા માણસો સામે 307, 325, 324, 323, 143, 147, 148, 149, 504, 506(2) તથા જી.પી. એકટ 135(1) તથા આર્મ્સ એક્ટની કલમ 25(1)(બી), 27 મુજબ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપીઓએ પાઇપ છરી લાડના ધોકા તથા બેઝબોલના ધોકા તથા બંદુક સાથે આવી ચડી ગુલમામદ જુસબભાઇ અખાણી, સબીર હુશૈન અખાણી અને હારૂન અલારખા પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચો – જોડિયાના ઉદાસીન આશ્રમના મહંત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર
તમામ આરોપીઓએ ચારેબાજુથી હુમલો કરી ત્રણેયને માથા, હાથ, પગ અને શરીરના ભાગે આડેધડ માર મારી ઈજાઓ પહોચાડી હતી. જયારે માથાના ભાગે પાઈપના પ્રહાર થતા ગુલમામદને જીવલેણ ઈજાઓ પહોચી હતી. આ ઉપરાંત આરોપી ઓસમાણ ઇશાક સમાએ નારવાળી બંધુક માંથી બે રાઉન્ડ હવામાં ફાયરીંગ કરી તથા બીજા અજાણ્યાઓએ અન્ય આરોપીઓ સાથે મળી ભુંડી ગાળો બોલી, ત્રણેય યુવાનો તથા તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જાહેર થયું હતુ.
આ બનાવ અંગે સામા પક્ષે આરીફ અબ્દુલ સોલંકીએ આઈપીસી કલમ 307, 325, 324, 323, 143, 147, 148, 149, 504, 506(2) તથા જી.પી. એકટ 135(1) તથા આર્મ્સ એક્ટની કલમ 25(1)(બી), 27 મુજબ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપીઓ અકરમ હલુભાઇ, અસલમ ઉર્ફે ભદો હલુભાઇ તેમજ બંને ભાઈ, ગુલમામદ, આમદ, સબીર હુશૈન અને હારૂન તથા અજાણ્યા સખ્સોએ એક સંપ કરી લોખંડના પાઇપ ધારણ કરી રજાક ઇબ્રાહીમ સમા, મજીદ ગનીભાઇ સોલંકી તથા પોતાને હાથ પગ અને શરીરના ભાગે ઈજાઓ પહોચી હોવાનો આરોપ લગાવ્યો છે. આરોપીઓએ લોખંડના પાઇપ વડે આડેધડ માર મારી ત્રણેયને મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.આ બનાવને પગલે ઘવાયેલ સખ્સોને લાલપુર બાદ જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એક પક્ષની યુવતીને એક આરોપીએ પોણા બે માસ પૂર્વે હેરાન કરી હતી આ બાબતની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. આ બાબતના મનદુ:ખને લઈને હુમલો કરવામ આવ્યો હોવાનું જાહેર થયું હતુ. લાલપુર પીએસઆઈ વાળા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.