બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની વણથંભી વણઝાર મંડાણી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા મેમદપુર ગામ નજીક વડગામ તરફ આવવાના માર્ગમાં એક કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક અને કારના ફુરચે ફુરચા નીકળી ગયા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બનાસકાંઠામાં વધતા જતા અકસ્માતોને પગલે લોકોમા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
Contribute Your Support by Sharing this News: