ગરવીતાકાત,અરવલ્લી: ઈશ્વરે અન્ય પક્ષીઓની સરખામણીમાં મોર ને અલગ જ પ્રકારની આકર્ષક શરીર રચના અને કર્ણપ્રિય ટહુકો આપીને અલગ ઓળખ ઉભી કરી છે આકાશ પર ઘનઘોળ વાદળો છવાય અને વર્ષા રાણીની પધરામણી થાય ત્યારે આ રાજવી પક્ષી પોતાના વિશાળ પીંછા ફેલાવીને કળાની મુદ્રામાં હવાના સુસવાટા ભર્યા લયમાં , તા થૈના તાલ સાથે પગલાંને થડકારા દેતા મસ્તી ભર્યું નૃત્ય કરવા લાગે છે મોડાસા શહેરના રામપાર્ક સોસાયટી નજીક આવેલી એક શાળાના પરિસર નજીક મોર જાણે ઢેલને આકર્ષવા “મારુ મન બની મોર થનગનાટ કરે” નૃત્ય કરતો કેમેરામાં કેદ થયો હતો