કડીના બલાસણ કેનાલ નજીક થયેલ અકસ્માત કેસમાં ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર દેત્રોજ ના ચિરાગકુમાર ગણપતભાઈ પરમાર તેમના મિત્ર ઠાકોર દર્શનજી જગદીશજી સાથે ભાણીનો જન્મદિવસ હોવાથી એક્ટિવા લઈ કેક લેવા કડી આવ્યા હતા. કેક લઈ પરત ફર્યા ત્યારે બળાસર કેનાલના ઢાળમાં સામેથી આવતી GJ-01-HG-6867 નંબરની કારના ચાલકે પુરઝડપે ગફલતભરી કાર ચલાવી એક્ટિવા ને ટક્કર મારતા બંને મિત્રો નીચે પટકાયા હતા.અકસ્માત થતાં કાર ચાલક કાર મૂકીને ભાગી ગયો હતો.અકસ્માત માં બંને મિત્રો ઈજાગ્રસ્ત થતાં તેમને 108 મારફતે સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ઈજાગ્રસ્ત ચિરાગ પરમારે ગાડી ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા કડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.