ઉંઝા ગંજબજારમાં એજન્ટ તરીકે કામ કરતા એક વ્યક્તિને મ્યુચઅલ ફંડમાં ઈન્વેસ્ટ કરવાનો જાંસો આપી 3,00,000/- નો ચુનો લગાવી ફરાર થઈ ગયાનો બનાવ સામે આવ્યો છે. મોતીલાલ ઓસ્વાલમાં પૈસા ઈનવેસ્ટમાં પૈસા ઈનવેસ્ટ કરશો તો 9.5 ટકા વ્યાજ મળશે. આ લાલચમાં આવી ઉંઝા ગંજ બજારના દલાલે 2 ચેક આપ્યા હતા.
આ પણ વાંચો – નકલી ડોક્યુમેન્ટ ઉભા કરી ગ્રાહકને છેતર્યા ! વિઝા એજન્સી વિરૂધ્ધ 5.83 કરોડના ઘોટાળાની ફરીયાદ :મહેસાણા
ઉંઝાના નવિનભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ગંજ બજારમાં એજન્ટ તરીકે કામ છે. તેઓએ ગત 18/09/2019 ના રોજ સુચીતભાઈ મહેશભાઈ શાહ નામના વ્યક્તિને મોતીલાલ ઓસ્વાલનો કર્મચારી માની રૂપીયા 3 લાખના બે અલગ અલગ ચેક ઈનવેસ્ટ કરવા આપેલા. જેમાં વિજ્યા બેન્કનો 1.10 લાખનો અને માર્કેટ યાર્ડ કોમ.કો.ઓપ.બેન્ક.લી. ઉંઝાનો 1.90 લાખનો બીજો ચેક એમ કરી કુુલ રૂપીયા 3 લાખના ચેક આપેલા. જેમા તેમના ફોન ઉપર પૈસા ડેબીટ થયાનો મેસેજ પણ આપેલ પરંતુ મોતીલાલ ઓસ્વાલમાં પૈસા જમા થયા છે એવો કોઈ મેસેજ નહી મળતા તેઓને શંકા જતા તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, સુચીત મહેશભાઈ શાહ નામનો કોઈ વ્યક્તિ મોતીલાલ ઓસ્વાલ પેઢી સાથે જોડાયેલ નથી. સુચીત મહેશભાઈ શાહને ફોનથી સંપર્ક કરતા તેનો ફોન પણ બંધ આવેલો. ત્યારથી લઈ અત્યાર સુધી તેનો ફોન બંધ આવી રહ્યો હતો. સુચીત શાહ નામનો ઈસમ ક્યારે ને ક્યારેક નવિનભાઈ પટેલને પૈસા પરત આપી દેશે એવા ખયાલના કારણે તેમને જે તે સમયે ફરીયાદ દાખલ નહોતી કરી. પરંતુ આજ દિન સુધી પૈસા પરત નહી મળતા તથા આરોપીનો ફોન પણ બંધ થઈ જતા નવિનભાઈએ સુચીત શાહ નામના ઈસમ વિરૂધ્ધ છેતરપીંડીનો કેસ નોંધાવ્યો હતો. જે મામલે ઉંઝા પોલીસ સ્ટેશને સુચીત મહેશભાઈ શાહ નામની ઈસમ વિરૂધ્ધ આઈ.પી.સી.ની કલમ 406 મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.