વરસાદની દ્રષ્ટિએ કોલાબાએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. અહીં ઓગસ્ટ મહિનામાં એક જ દિવસમાં જેટલો વરસાદ પડ્યો છે તેટલો છેલ્લા 46 વર્ષોમાં ક્યારેય નથી પડ્યો. કેટલાય એરીયામાં પાણી ભરાયા.

મુંબઇમાં 2,319 મીલીમીટર વરસાદ નોંધાયો છે, જે અત્યાર સુધીની સરેરાશને વટાવે છે

મુંબઈમાં આ અઠવાડિયામાં સતત વરસાદથી ફરી એકવાર શહેરની ગતિ ઓછી થાય તેમ લાગે છે. વરસાદને કારણે છેલ્લા બે દિવસથી મુંબઈ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું અને આ સાથે વરસાદની દ્રષ્ટિએ કોલાબાએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

વરસાદ બાદ અહીંની જમીન પર પરિસ્થિતિ થોડી સામાન્ય જણાઈ રહી છે. અહીં લોકલ ટ્રેનો શેડ્યૂલ પર દોડી રહી છે. જો કે હવામાન વિભાગે હજુ પણ આગામી ત્રણ-ચાર કલાકમાં મુંબઈમાં ભારે વરસાદ અને ભારે પવનની ચેતવણી આપી છે. વિભાગે કહ્યું છે કે વરસાદ ધીરે ધીરે ઘટશે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને તેમના ઘરોમાં જ રહેવા અને ફક્ત જરૂરી કામ માટે જ બહાર જવાનુ સુચન કર્યુ છે.

મુંબઈમાં ઓગસ્ટ માસમાં સામાન્ય રીતે જેટલો વરસાદ પડે છે તેટલો જ મહિનાના પ્રથમ પાંચ દિવસમાં તેનો 64 ટકા વરસાદ વરસી ગયો છે. જો કે હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ કે એસ હોસલીકરે જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં વરસાદમાં ક્રમશ: ઘટાડો થઈ શકે છે.

વરસાદથી જો વિકસીત મહાનગરોની પરિસ્થિતી આવી થતી હોય, તો નાના શહેરો જે અલ્પવિકસીત છે તેમની હાલત કેવી થતી હશે?

Contribute Your Support by Sharing this News: