સુરતની સચિન જીઆઇડીસી વિસ્તારમાં ગેસ ગૂગળામળથી પાંચ મજૂરોના મોત નિપજ્યા છે,આ વિસ્તારમાં એક કેમિકલ ભરેલી ટેન્કરમાંથી ગેસ લિકેજ થતાં આ દુર્ઘટના ઘટી હતી. ગેસ લિકેજ થતાં ૫ મજૂરોના મોત નિપજ્યા છે. સુરતના જીઆઇડીસી વિસ્તારમાં રાજકાલ ચોકડી પાસે આ ઘટના ઘટી હતી ,આ વિસ્તારમાં પાર્ક કરેલી ટેન્કરમાંથી ગેસ લિકેજ થતાં ૬ મજૂરો ગૂંગળાઇ ગયા હતા અને તેમને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા
સિવિલ હોસ્પિટલનાી આરએમઓએ જણાવ્યું હતું કે ગેસના ગૂંગળામળના લીધે મજૂરોના મોત થયા છે,૨૦થી વધુ મજૂરોને આ ગેસ લિકેજની અસર થઇ છે.આ ઘટના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટના અંગે શોક વ્યકત કર્યો છેસવારે થયેલા અકસ્માત બાદ પ્રિન્ટીંગ મીલમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ, અજાણ્યો ટેન્કર ચાલક મિલ પાસે આવેલા નાળામાં ઝેરી કેમિકલ ઠાલવતો હતો. આ દરમિયાન તેમાંથી ઝેરી ગેસ નીકળવા લાગ્યો. જેના કારણે નજીકમાં આવેલી પ્રિન્ટીંગ મિલના કર્મચારીઓ પણ તેની ઝપેટમાં આવી ગયા હતા
હાલ તો ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ કરી રહી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. અકસ્માત બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ પાંચ લોકોના મોત શ્વાસ રૂંધાવાને કારણે થયા છે. જણાવી દઈએ કે આ પહેલા ગુજરાતના અમદાવાદમાં એક કપડાની ફેક્ટરીમાં કેમિકલ વેસ્ટની ટાંકી સાફ કરતી વખતે ચાર મજૂરોના મોત થયા હતા. અમદાવાદના ધોળકા સ્થિત ચિરીપાલ ગ્રુપના વિશાળ ફેબ્રિક યુનિટમાં આ અકસ્માત થયો હતો. જાેકે આ અકસ્માતમાં ગેસ લીક ??થયો હતો તે જાણી શકાયું નથી
[News Agency]