દિવ્યાગતાં ધરાવતા વ્યક્તિઓ ને ફૂડ પેકેટ વિતરણ તથા NSS ના વિધ્યાર્થીઓ દ્વારા ફંડ એકત્રિત કરી ઉતર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ ને સુપ્રત કરવામાં આવ્યો હતો
ગરવી તાકાત, વિસનગર તા. 25- સ્વચ્છ ભારત પખવાડિયું અને વિકલાંગ દિવસ નિમિત્તે શ્રીમતી એસ. બી. પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ના સ્ટાફ મિત્રો અને NSS યુનિટ વિદ્યાર્થીઓ દ્વારા ઉતર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ માં તા- ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સ્વચ્છ ભારત પખવાડિયું અને વિકલાંગ દિવસ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉતર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ ના દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ સાથે સ્વચ્છ ભારત ના સપથ લેવડાવ્યા હતા અને સ્વચ્છતા વિષય પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તથા દિવ્યાગતાં ધરાવતા વ્યક્તિઓ ને ફૂડ પેકેટ વિતરણ તથા NSS ના વિધ્યાર્થીઓ દ્વારા ફંડ એકત્રિત કરી ઉતર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ ને સુપ્રત કરવામાં આવ્યો હતો.
આ પ્રવુતિ નું આયોજન સંસ્થા ના પ્રિન્સિપાલ ડૉ.જયશ્રી દત્તા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. બી.બી.એ ના NSS પ્રોગ્રામ ઓફિસર પ્રો.મીતેશકુમાર ઠાકોર અને તમામ સ્ટાફનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ સેવાકીય પ્રવુતિ માટે બી.બી.એ ના વિદ્યાથીઓને સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી.પ્રકાશભાઈ પટેલ કે જે પોતે સામાજિક કાયોં માટે તત્પર રહે છે તેઓ એ અને પ્રોવોસ્ટ ડૉ. પ્રૂફલકુમાર ઉદાણી એ પ્રોસાહિત કર્યા હતા.