ગરવી તાકાત સિદ્ધપુર : વિધાનસભા ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સિદ્ધપુર વિધાનસભા વિસ્તાર ના પ્રભારી શ્રી રાણાભાઇ દેસાઈ અને સિદ્ધપુર વિધાનસભા ના વિભાગ ના વિસ્તારક શ્રી ભૌમિક સુખડીયા દ્વારા સિદ્ધપુર જિલ્લા પંચાયત ની નેદરા સિટ માં આવતી તમામ તાલુકા પંચાયત નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું
— નેદ્રા જિલ્લા પંચાયત ની તમામ તાલુકા પંચાયત ના ગામ ની મુલાકાત કરવામાં આવી હતી :
નેદ્વા જિલ્લા પંચાયત તમામ ડેલિગેટો સાથે તમામ તાલુકા પંચાયત ના સદસ્યો સાથે મુલાકાત કરવામાં આવી હતી સાથે સાથે નેદ્રા જિલ્લા પંચાયત ના શક્તિ કેન્દ્ર ના પ્રમુખ.પ્રભારી અને બુથ પ્રમુખ અને તમામ સદસ્યો ની મુલાકાત કરવામાં આવી હતી
— આ સાથે આ વિસ્તારના બી જે પી ના વરિષ્ઠ અગ્રણી ઓ ની મુલાકાત કરવામાં આવી હતી :
ભાજપ કિસાન મોર્ચા સિદ્ધપુર તાલુકા ના પ્રમુખ શ્રી જયેશ ભાઈ એમ પટેલ. મહામંત્રી શ્રી હરિસિંહ ઠાકોર દ્વારા વિવિધ આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને આવનાર સમયમાં પાર્ટી દ્વારા જે જે કામગીરી અર્પણ કરવામાં આવે તો સર્વે ભાજપ પરિવાર જનો દિલ થી દરેક કાર્ય ને નિખાલસ પણે નિભાવતા રહશે તેવો સંકલ્પ કરવામાં આવ્યો હતો
તસવિર અને અહેવાલ : ધ્રુવભાઈ દવે – સિદ્ધપુર