શ્રેષ્ઠ સાંસદ એવોર્ડ વિજેતા અમદાવાદ લોકસભાના પ્રભાવશાળી સાંસદ ડો. કિરીટભાઈ સોલંકી ના આજરોજ જન્મ દિવસ નિમિત્તે સંકલ્પ સંસ્થા અને ઉન્નતી ફાઉન્ડેશન દ્વારા જળચોક, સરદાર બાગ પાસે આવેલ સંકલિત બાળ વિકાસ સેવા યોજના સંચાલિત આંગણવાડી માં પાટણ શહેર ભાજપ ના પ્રમુખ સુરેશભાઈ પટેલ ના અધ્યક્ષસ્થાને અને પત્રકાર રમેશભાઈ સોલંકી ની ઉપસ્થિતિમાં કેક કાપી આંગણવાડી ના બાળકોને નાસ્તો આપી સાંસદ ડો. કિરીટભાઈ સોલંકી નો જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંકલ્પ સંસ્થા ના પ્રમુખ રાજેન્દ્ર હિરવાણીયા, ઉન્નતી ફાઉન્ડેશનના પ્રમુખ પરેશભાઈ મકવાણા, પાટણ શહેર અજાજ મીડિયાના પ્રમુખ રાજેશભાઈ ઝાલા, ભરતભાઈ સોલંકી, નારણભાઈ મકવાણા, આંગણવાડી કાર્યકર ભૂમીકાબેન મકવાણા, ચંદ્રિકાબેન પ્રજાપતિ, આશાબેન જાની વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

અત્રે ઉલ્લખનીય છે કે ડો. કિરીટભાઈ સોલંકી વીરમાયા સ્મારક સમિતિ, પાટણ ના ચેરમેન છે ઘણા વર્ષોથી પડતર પાટણ – ભીલડી રેલવે પ્રોજેક્ટ માટે અગાઉના કે ચાલુ સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા વહીવટી તંત્ર, પાટણ ના વરિષ્ઠ નાગરિકો, અગ્રગણીય સંસ્થાઓ, ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો  કે નામી અનામી તમામે પ્રયત્નો કર્યા હશે જ પરંતુ સતત ઘણા વર્ષો થી પાટણની લાઈફ લાઇન એવા પાટણ-ભીલડી રેલવે પ્રોજેક્ટ પૂર્ણ કરવા ડો. કિરીટભાઈ સોલંકી એ તેમનું સંસદીય કાર્યક્ષેત્ર અમદાવાદ (પશ્ચિમ) હોવાછતાં પાટણ જિલ્લા પ્રત્યેના તેઓએ ભરપૂર લાગણી અને પ્રેમ બતાવી રેલવે પ્રોજેક્ટ પૂર્ણ કરાવેલ છે