ગરવી તાકાત,કડી 
કડી પોલીસ સ્ટેશનમાં શ્રી ડી.ડી.સોઢાએ પી.આઈ.તરીકે તાજેતરમાં જ હોદાનો ચાર્જ સંભાળ્યો છે. તેમણે ગાંધીનગર આઈ.બી ખાતે પણ પોતાની ફરજ દરમ્યાન લોકપ્રિયતા પ્રાપ્ત કરેલી છે. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને ધ્યાનમાં લઈને અને કડી શહેરમાં દિવસે ને દિવસે વધતાં જતા કોરોના કેસને લઈને જાહેર જનતાને પી.આઈ શ્રી ડી.ડી.સોઢા સાહેબ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે બહાર નીકળતી વખતે મોઢા ઉપર માસ્ક પહેરવા અનુરોધ કર્યો છે.
આ સાથે અલગ અલગ વિસ્તારના વેપારી મિત્રોને પણ પોતાના ધંધાના સ્થળે વધુ વ્યક્તિ ભેગા નહી થવા અને દુકાનોની અંદર સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરેલ છે. કડી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક થાય નહી તે માટે આડેધડ ઉભા રહેતા વાહનો તેમજ જાહેર માર્ગો પર ગમેતેમ પાર્ક કરેલા વાહનોના માલિકોને જયાં ત્યાં પાર્કિગ ન કરવા અનુરોધ કરેલ, નિયમો ભંગ કરનારા સામે ટ્રાફીક ભંગના નિયમ અનુસાર દંડનીય રકમ વસુલ કરવામાં આવશે.
Contribute Your Support by Sharing this News: