ગરવી તાકાત પાટણ : શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટસ કોલેજ, પાટણ ની વિદ્યાર્થીની કુ. નિરમા ઠાકોરે કોલેજ તેમજ પાટણ નગર માટે ખેલ જગત માં ગૌરવ અપાવતી સિદ્ધિ ઓ મેરેથોન દોડ મા પ્રાપ્ત કરી છે.
તેઓની આ સિદ્ધિ ઓ ને બિરદાવવા તાજેતર માં ગુજરાત ના ૬૨માં સ્થાપના દિવસ ગુજરાત ગૌરવ ની ઉજવણી દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા માનનીય મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત જી દ્વારા સન્માનપત્ર આપી ને નવાજવામાં આવેલ હતું.
કોલેજ ની વિદ્યાર્થીની નું સન્માન કરવા આર્ટસ કોલેજ, પાટણ અને NGE સોસાયટી, મુંબઈ દ્વારા ૨૫૦૦૦/- નો ચેક આપીને સન્માનિત કરવામાં આવેલ હતી. આ પ્રસંગે સંસ્થા ના એક્ઝિક્યુટિવ ડાયરેકટર શ્રી ડૉ. જે. એચ. પંચોલી, કોલેજના આચાર્ય શ્રી ડો. લલિત એસ. પટેલ અને શ્રી ઉપેન્દ્રભાઈ ધ્રુવ હાજર રહ્યા હતા અને નિરમા ઠાકોર ને સન્માનીત કરેલ હતી.