ગરવીતાકાત થરાદ: સાંચોર હાઇવે પર આવેલા બુઢણપુર અને જાણદી ગામની સીમની વચ્ચે આવેલ રોડની સાઈડમાં બાવળોની ઝાડીમાં ગુરુવારની બપોરના સુમારે આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી.થરાદ નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરાતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આગના કારણે માણસોને કોઇ પણ જાનહાની થવા પામી ન હતી.પરંતુ જીવજંતુઓ મોતના મુખમાં હોમાઇ ગયાં હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતુ.બનાવના પગલે બહોળી સંખ્યામાં લોકોનાં ટોળાં પણ એકઠાં થઇ જવા પામ્યાં હતાં.જોકે આગ રોડની નજીકમાં આવેલા ખેડુતોની વાડને ઝપટમાં લેતાં તેમનામાં ભારે અફરાતફરી મચવા પામી હતી.આગ લાગવાનું કારણ નક્કર જાણવા મળ્યું ન હતું.