સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને NITTTR, ભોપાલ વચ્ચે MOU સેમિકન્ડક્ટર ATMP/OSAT અને ઈન્ડસ્ટ્રી 4.0 માટે સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપાશે

September 30, 2025

ગરવી તાકાત મહેસાણા : વિસનગર સ્થિતસાંકળચંદ પટેલ યુનિવર્સિટી (SPU)એ શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર હેઠળ કાર્યરત પ્રતિષ્ઠિતનેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનિકલ ટીચર્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ (NITTTR), ભોપાલસાથે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ સહકાર દ્વારા SPU અને NITTTR સંયુક્ત રીતેસેમિકન્ડક્ટર ATMP/OSAT માટે સેન્ટર ઓફ એક્સેલન્સતેમજસિમેન્સ ઈન્ડસ્ટ્રી 4.0 માટે સેન્ટર ઓફ એક્સેલન્સસ્થાપશે, જે ભારત સરકારનીઆત્મનિર્ભર ભારતની દ્રષ્ટિ સાથે સુસંગત છે. NITTTR, ભોપાલે OSAT/ATMP ટેક્નોલોજી ક્ષેત્રે તાલીમ કેન્દ્ર દ્વારાસેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગમાં ક્ષમતા નિર્માણનો આગવો પ્રયોગ કર્યો છે,

Home | Sankalchand Patel University

જેમાં એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગમાં માનવબળને તાલીમ આપવામાં આવે છે. ભારતની સેમિકન્ડક્ટર ઉદ્યોગને વર્ષ 2027 સુધીમાં લગભગ2.5 થી 3 લાખ કુશળ વ્યાવસાયિકોની જરૂરિયાતરહેશે તેવી ધારણા છે, અને આ ભાગીદારી દ્વારાચિપ ડિઝાઇન, ફેબ્રિકેશન, ગુણવત્તા નિયંત્રણ અને સંશોધન-વિકાસક્ષેત્રે ઊભી થતી પ્રતિભાની ખોટ પૂરી કરવામાં મદદ મળશે. આ ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોનેસેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટિંગ અને ડિજિટલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ્સમાં અદ્યતન કૌશલ્ય પ્રાપ્ત થશે, જે રોજગારી ક્ષમતા તથા ઉદ્યોગ માટેની તૈયારીઓમાં વધારો કરશે.

MoU હસ્તાક્ષર પ્રસંગે NITTTR, ભોપાલ તરફથી પ્રોફ. ચંદ્રા ચારુ ત્રિપાઠી (ડિરેક્ટર), ડૉ. પી. કે. પુરોહિત (ડીન – ઇન્ટરનેશનલ અફેર્સ) અને ડૉ. નિશિથ દુબે (વડા, એક્સ્ટેન્શન સેન્ટર અમદાવાદ) તથા SPU તરફથી શ્રી પ્રકાશભાઇ પટેલ (પ્રમુખ), પ્રોફ. (ડૉ.) પ્રફુલકુમાર ઉદાણી (પ્રોવોસ્ટ) અને પ્રોફ. (ડૉ.) ચેતન ચૌધરી (ડિરેક્ટર – IQAC) ઉપસ્થિત રહ્યા હતા.આ વ્યૂહાત્મક ભાગીદારી દ્વારાસંકલચંદ પટેલ યુનિવર્સિટી ઉત્તર ગુજરાતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ અને ઈન્ડસ્ટ્રી 4.0 ટેક્નોલોજી ક્ષેત્રે કુશળ માનવબળ તૈયાર કરતી પ્રાદેશિક અગ્રણી સંસ્થાતરીકે સ્થાન પામશે અને ભારતના વિકસતા ટેક્નોલોજી ઇકોસિસ્ટમમાં સીધું યોગદાન આપશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0