ઉનાળાની ગરમી જેવો એહસાસ થવા લાગ્યાં બપોરનું તાપમાનમાં 5 ડિગ્રી વધ્યું
પોરબંદરમાં 35.8 નર્મદામાં 35.5 નલિયામાં 34.4, કંડલામાં 34.4 ભૂજમાં 34 ડાંગમાં 36.7 તથા રાજકોટ શહેરમાં 35.1 સુરતમાં 35.9 સુરેન્દ્રનગરમાં 34.1 વલસાડમાં 35.6 અને વેરાવળ ખાતે 34.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું
ગરવી તાકાત, મહેસાણા તા. 17 – ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનાં પ્રમાણમાં વધ-ઘટનો દૌર યથાવત રહેવા પામ્યો છે. છેલ્લા બે દિવસથી ફરી ઠંડી ગઈ છે. અને બપોરે ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. આજે સવારે એક માત્ર નલિયા (13.6 ડિગ્રી)ને બાદ કરતા મોટા ભાગનાં સ્થળોએ લઘુતમ તાપમાન 16 થી 22 ડિગ્રી, નોંધાતા ઠંડી સાવ ગાયબ થઈ ગઈ હતી.
અમદાવાદમાં 19.4, ગાંધીનગરમાં 18 ડિગ્રી, રાજકોટમાં 17.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 18.5 તથા વેરાવળમાં 22.7, અમરેલીમાં 17.4, વડોદરામાં 20.2 ભાવનગરમાં 20.8, ભૂજમાં 16.8 કંડલામાં 19.4 ડિગ્રી તેમજ દમણમાં-20 ડિસામાં 15.4, દિવમાં 19 દ્વારકામાં 19.8, અને પોરબંદરમાં 21.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
આ ઉપરાંત ગઈકાલે બપોરે રાજકોટ સહિત રાજયનાં મોટાભાગના સ્થળોઓ 32 થી 36 ડિગ્રી ઉપર મહત્તમ તાપમાન નોંધાતા ઉનાળા જેવી ગરમી અનુભવાઈ હતી. ગઈકાલે પોરબંદરમાં 35.8 નર્મદામાં 35.5 નલિયામાં 34.4, કંડલામાં 34.4 ભૂજમાં 34 ડાંગમાં 36.7 તથા રાજકોટ શહેરમાં 35.1 સુરતમાં 35.9 સુરેન્દ્રનગરમાં 34.1 વલસાડમાં 35.6 અને વેરાવળ ખાતે 34.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
જયારે જામનગરમાં લઘુતમ તાપમાનનો પારો 19.5 ડીગ્રીએ પહોંચતા લોકોએ ઠંડીમાં રાહત અનુભવી હતી. તાપમાનમાં વધારા-ઘટાડાથી લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. વહેલી સવારે અને રાત્રીના ઠંડક તો બપોરના ગરમીનું જોર વધ્યું છે.જામનગર જિલ્લા કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ લઘુતમ તાપમાનનો પારો 19.5 ડિગ્રી નોંધાયો હતો. જયારે મહતમ તપામાન 31 ડિગ્રી રહ્યું હતું.તો પવનની ગતિ પ્રતિકલાક 9.4 કિમિ નોંધાઇ છે.જ્યારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 57 ટકા રહ્યું છે.જામનગરમાં સપ્તાહથી તાપમાનમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. એક દિવસ તાપમાન ઘટતા તો બીજા દિવસે વધતા ઠંડીમાં વધારા-ઘટાડા અને ગરમીના કારણે મિશ્ર ઋતુનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે.