ભારત ચીન ની સરહદ વિવાદને કારણે ભારતીય સરકારે ઘણી બધી ચાઈનીઝ એપ ઉપર પ્રતીબંધ મુક્યો હતો, આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચાઈનીઝ પ્રોડક્ટનો બહીષ્કાર કરવાની અપીલ પણ કરી રહ્યા હતા. જેને આગળ ધપાવતા પી.એમ દ્વારા નવો નારો અપાયો હતો vocal for local. જે અંતર્ગત ભારતીય વેપારીઓને પ્રોત્સાહન આપવામાં આવે એવી પહેલ સરકાર દ્વારા કરવામાં આવશે એવો પ્રચાર પણ જોર શોર થી સરકાર દ્વારા કરાયો હતો.
Q. Will China be removed from the list of Most Favoured Nation to conduct Business with?
A. No. Instead Ban Chinese Apps. That will suffice to fool the nation!#BJPFoolsIndia pic.twitter.com/t8Eetd0GST
— Arjun Modhwadia (@arjunmodhwadia) September 22, 2020
જે અંગે અત્યારે ચાલ રહેલી સંસદમાં સરકારને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે ભારત સરકાર ચીનને શબક શીખવવા માટે ચીન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લેશે ખરી એ અંગે સરકારે લેખીતમાં જવાબ આપ્યો હતો, નહી. આવી કોઈ દરખાસ્ત ઉપર વિચારણા અમે નથી કરી રહ્યા. સરકારના આ જવાબને લઈ કોન્ગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ ટ્ટવીટ કરી સરકાર ઉપર નીશાન તાકતા લખ્યુ હતુ કે સરકારને જ્યારે પુછવામાં આવે કે ચીન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચવામાં આવશે? ત્યારે સરકાર ને લાગે છે કે દેશને મુર્ખ બનાવવા માટે એપ ઉપર પ્રતીબંધ પુરતો છે. તેમને કરેલુ આ ટ્ટીટ ખુબ વાઈરલ થઈ રહ્યુ છે.