બનાસકાંઠાના વડગામ તાલુકામાં અત્યારે ઠેર ઠેર મચ્છર જન્ય રોગ ફાટી નીકળ્યો છે. લોકોમાં તાવ, શરદી ,ખાંસી જેવા રોગોથી સરકારી હોસ્પિટલો અને પ્રાઇવેટ દવાખાનાઓમા દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. અગાઉ વડગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 50 થી 60 જેટલી ઓપીડી થતી હતી તે વધીને બમણી થઈ જવા પામી છે. એવામાં વધુ વયના લોકો કરતા બાળકોમાં વધારે અસર જોવા મળી રહી છે.
આ પણ વાંચો – રાજકીય કીન્નાખોરીને પગલે વડગામ સહીત પાલનપુરમાં મનરેગા વર્કરોનુ 7 કરોડ જેટલુ પેમેન્ટ અટકાવી દેવાયુ ?
બાળકોમાં તાવ, શરદી સહિત ઝાડા તથા ઉલ્ટી ના કેસ વધારે જોવા મળી રહ્યા . છે ઝાડા ઉલ્ટી માટે તો ફરજીયાત હોસ્પિટલમાં દાખલ થવું જ પડે છે. જેને લઈને સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ ના ખાટલાઓ ભરાઈ રહ્યા છે. દવાખાનાઓની બહાર દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે, તો તાલુકા મથકના ગામડાઓમાં મચ્છર જન્ય રોગો અને ભરેલા પાણીમાં પડતા પોરાઓનો નાશ કરવા દવાનો છંટકાવ કારવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠવા પામી છે.