તસ્વીર - નવિન ચૌધરી
ગરવી તાકાત, બનાસકાંઠા
બનાસકાંઠા મધ્યસ્થ સહકારી બેન્ક દ્વારા ગ્રાહકોની સુવિધામાં મોરવાડા શાખામાં વધુ એક સુવિધા ઊભી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં પણ ડીજીટલ ઈન્ડિયા સૂત્રો સાર્થક  કરવા બનાસ બેન્કના ગ્રાહકો માટે વધુ સુવિધા પૂરી પાડવા આજે બનાસ બેન્ક મોરવાડા શાખા દ્વારા સુઇગામ વિસ્તારના બનાસ બેન્ક ડીરેકટર તરીકે સેવા આપતા દુદાજી રાજપુતના હસ્તે બનાસ બેન્ક મોરવાડા શાખા દ્વારા ATM ખુલ્લું મૂકવામાં આવ્યું.
તસ્વીર – નવિન ચૌધરી
આ પ્રસંગે સીનીયર ઇન્સ્પેક્ટર ગ્રેડ – ૧ , વીરા ભાઈ એમ પટેલ, અને,જુનીયર ઇન્સ્પેક્ટર એમ.ડી.પટેલ. બ્રાન્ચ મેનેજર .મહીપતસિંહ સોઢાઅને શાખાના સ્ટાફ ગણ વી. ડી .ચાવડા. અને એચ.પી.ચૌધરી.. એમ.ડી.પટેલ તેમજ ગ્રાહકો, અને મોરવાડા આજુ બાજુ  પંથકના અગ્રણીઓ  મોરવાડા સરપંચ તેમજ  નવીન ચૌધરી સહીત આગેવાનોની હાજરીમાં ATM  ખુલ્લું મૂકવામાં આવ્યું. 
રીપોર્ટ – નવિન ચૌધરી
Contribute Your Support by Sharing this News: