ગુજરાતના 4.59 લાખથી વધુ મતદારોએ દબાવ્યું ‘નોટા’નું બટન

June 5, 2024

ગત ટર્મ કરતા નોટાના ઉપયોગમાં 10 ટકાનો વધારો થયો હોવાનું પણ પરિણામો બાદ સામે આવ્યું

‘નોટા’ નો સૌથી વધુ ઉપયોગ કરવામાં દાહોદ, છોટા ઉદેપુર, બારડોલી જેવી આદિવાસી બેઠક મોખરે રહ્યાં

ગરવી તાકાત, ગાંધીનગર તા. 05 – ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કુલ ૨.૮૮ કરોડ મત પડ્યા હતા અને તેમાંથી ૪.૫૯ લાખ મતદારોએ ‘નન ઓફ ધ અબોવ’ (નોટા) ઉપર પસંદગી ઉતારીને તેમની – સમક્ષ ઉપલબ્ધ તમામ ઉમેદવારોના વિકલ્પને જાકારો આપ્યો હતો. ‘નોટા’ નો સૌથી વધુ ઉપયોગ કરવામાં દાહોદ, છોટા ઉદેપુર, બારડોલી જેવી આદિવાસી બેઠક મોખરે રહ્યાં. ગત ટર્મ કરતા નોટાના ઉપયોગમાં 10 ટકાનો વધારો થયો હોવાનું પણ પરિણામો બાદ સામે આવ્યું.

વર્ષ 2019 ની ચૂંટણીની સરખામણીએ આ વખતે NOTAમાં વધુ મત પડવાની શક્યતા | This  time NOTA is likely to get more votes than the 2019 election

નોટા’ ને મામલે એસટી બેઠક દાહોદ સતત બીજી લોકસભા ચૂંટણીમાં મોખરે રહ્યું હતું. ૨૦૧૯માં ૩૧,૯૩૬ જ્યારે ૨૦૨૪માં ૩૪,૯૩૫ મતદારોએ ‘નોટા’ ઉપર પસંદગી ઉતારી હતી. ‘નોટા’માં અન્ય એક એસટી બેઠક છોટા ઉદેપુર ૨૯૯૫૫ સાથે બીજા સ્થાને છે. સૌથી વધુ ‘નોટા’માં બારડોલી ૨૫૫૪૨ સાથે ત્રીજા, ભરૂચ ૨૩૨૮૩ સાથે ચોથા અને બનાસકાંઠા ૨૨૧૬૦ સાથે પાંચમાં સ્થાને હતું. જામનગરની બેઠકમાંથી સૌથી ઓછા ૧૧ હજાર લોકોએ નોટા ઉપ પસંદગી ઉતારી હતી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી ૪,૦૦,૯૩૨ દ્વારા નોટા ઉપર પસંદગી ઉતારવામાં આવી હતી.

કઇ બેઠકમાંથી કેટલા ‘નોટા’-
બેઠક            NOTA
દોહોદ(ST)            34,938
છોટા ઉદેપુર (ST)        29,655
ભરૂચ            23,283
બનાસકાંઠા            22,160
ગાંધીનગર            22,005
સાબરકાંઠા            21,076
નવસારી            20,462
પંચમહાલ            20,103
ખેડા            18,824
ભાવનગર            18,765
કચ્છ(SC)            18,604
વલસાડ(ST)        18,388
પાટણ            16,722
આણંદ            15,930
રાજકોટ            15,922
જુનાગઢ            14,013
અમદાવાદ પશ્ચિમ(SC)        14,007
પોરબંદર            13,004
સુરેન્દ્રનગર            12,796
મહેસાણા            11,626
અમરેલી            11,349
જામનગર            11,084
અમદાવાદ પૂર્વ        10,503

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0