અમદાવાદના (અદાણી) એરપોર્ટ પરથી છેલ્લા 1 વર્ષમાં 2 કરોડથી વધુનો સ્મગલીંગનો સામાન ઝડપાયો !

શેર કરવા અહીં ક્લિક કરો.

અમદાવાદ એરપોર્ટ પર અવાર નવાર દાણચોરી અને સ્મગલિંગની ઘટનાઓ સામે આવતી હોય છે, ગેરકાયદેસર રીતે દાણચોરીને આખુ નેટર્વક ધમધમતું હોય છે, એવામાં એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે એક્શન મોડમાં આવ્યું છે. છેલ્લા 15  દિવસમાં કસ્ટમ વિભાગ દ્વારા 50  લાખથી વધુનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. મહત્વનું છે વિદેશની પરત ફરતા મોટા ભાગનો ભારતીયો પોતાની સાથે વિદેશી વસ્તુઓ લઈને આવતા હોય છે જ્યાં કસ્ટમ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા ગેરકાયદેસર લવાયેલ વસ્તુંઓને કસ્ટમ ડ્યૂટી ભરવી પડતી હોય છે.

આ વર્ષે અમદાવાદ એરપોર્ટ પરથી 2 કરોડથી વધુની દાણચોરી ઝડપાઈ છે. એરપોર્ટમાં કેટલા લોકો દ્વારા મોંઘી ચીજવસ્તુઓ, માદક કે કેફિન પદાર્થોની હેરાફેરી પણ કરવામાં આવતી હોય છે. એવામાં કસ્ટમ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવે છે, 9 ઓક્ટોબરના રોજ 2 પેસેન્જરો પાસેથી 16.40 લાખની દાણચોરી ઝડપાઈ હતી. જ્યારે 11 ઓક્ટોબરે 7.45 લાખ સુધીના 8 આઈફોન, 12 આઈફોન પ્રો મેક્સ પણ ઝડપાયા હતા. જાે કે 13 ઓક્ટેબરે પણ  23 લાખની દાણચોરી ઝડપાયાની ઘટના સામે આવી હતી.

(એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.