પાલનપુરમાં ટ્રાન્સપોર્ટરો હડતાલ પર ઉતરી જતા 1500 થી વધુ ટ્રકોના પૈડા થંભી ગયા

શેર કરવા અહીં ક્લિક કરો.

માલ પરિવહનોમાં માલ ઉતારવા- ચડાવવાનો ખર્ચ ઉદ્યોગકારો અને વેપારીઓ આપે તેવી માંગ સાથે.. 

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વધતા જતા ઇંધણના ભાવ વધારાને લઈને રાજ્યમાં ટ્રાન્સપોર્ટરો દ્વારા હવેથી ટ્રકમાં લોડિંગ અને અનલોડિંગ સમયે જીસકા માલ ઉસકા હમાલ લાગુ કરવાની માંગ સાથે હડતાળ ઉપર ઉતારવાનો નિર્ણય કરાયો છે. જેને લઈને બનાસકાંઠા ટ્રક માલિક એસોસિએશન દ્વારા પણ આજથી હડતાળ ઉપર ઉતારવાનો નિર્ણય કરાયો છે. ડિઝલનો ભાવ વધારો, ટોલટેક્ષ , વજનકાંટા તેમજ મજૂરી ખર્ચમાં વધારો થતાં ટ્રક માલિકોને મુશ્કેલી પડતી હોય ટ્રાન્સપોટરો દ્વારા રાજ્યમાં ટ્રાન્સપોર્ટર એસોસિએશન દ્વારા હમાલી એટલે કે ટ્રકમાં લોડિંગ અને અનલોડિંગની મજૂરી જે તે ઉધોગકારો કે વેપારીઓએ ચુકવવાની માંગ સાથે જીસકા માલ ઉસકા હમાલ લાગુ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો – પાલનપુર : શિક્ષિકાએ RTIની વિગતો માંગતા હુમલાનો પ્રયાસ, જાનમાલના રક્ષણની કરી માંગ !

આ એલાનને પગલે પાલનપુર ટ્રક એસોસિએશન દ્વારા પણ જિલ્લાની 1500 જેટલી ટ્રકો જીસકા માલ ઉસકા હમાલ લાગુ કરી લોડિંગનો ખર્ચ પોતે નહિ ઉઠાવે તેવો નિર્ણય કરીને હડતાળ ઉપર ઉતર્યા છે. જેને લઈને જિલ્લામાં માલનું વહન કરતા 1500 થી વધુ ટ્રકોના પૈડાં થંભી ગયા છે અને જ્યાર સુધી ઉધોગકારો અને વેપારીઓ ટ્રકોમાં માલ ચડાવવા કે ઉતારવાની મજૂરી નહિ ચૂકવે ત્યાર સુધી આ હડતાળ યથાવત રહેશે તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.