એસટી અમારી અસલામત સવારીનો વધુ એક કિસ્સો બન્યો છે. વડોદરાના પાદરા-જંબુસર રોડ ઉપર એસટી બસ અને જીપ વચ્ચે અકસ્માત થયો હતો.

તે સમયે બસમાં સવારે 75 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જીપને ટક્કર માર્યા બાદ બસ થાંભલે અથડાઈને અટકાઈ ગઈ હતી. જો થાંભલો ન હોત તો બસ સીધી આગળ પેટ્રોલ પંપમાં ઘૂસી જાત, અને મોટી જાનહાનિ સર્જાઈ શકતી હતી. એસટી બસના ડ્રાઈવરો બેફામ બસ ચલાવતાં હોવાની અનેક ફરિયાદો સામે આવતી હોય છે. અને એસટી બસના કેટલાય ગંભીર અકસ્માતો ગુજરાતે જોયા છે. અને તેમાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. પણ તેમ છતાં એસટી તંત્ર કે એસટીના ડ્રાઈવરો સુધરવાનું નામ લેતાં નથી. વડોદરાના પાદરા-જંબુસર રોડ પર બસ અને સામેથી આવતી ટાટા સુમો વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ ટક્કરમાં સુમોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તો બસમાં સવાર 75 મુસાફરોને ઈજા પહોંચી હતી. સુમો સાથેની ટક્કર બાદ બસ આગળ એક થાંભલા સાથે અથડાઈને અટકી ગઈ હતી. જો થાંભલા પાસે બસ અથડાઈ ન હોત તો, આગળ જ પેટ્રોલ પંપ હતો. પણ સદનસીબે બસ અહીં જ અટકી જતાં કોઈ મોટી હોનારત સર્જાઈ ન હતી. અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. તો અવારનવાર અકસ્માતને પગલે સ્થાનિકોએ ચક્કાજામ પણ કર્યો હતો. પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ ઠાકોરની ઉપસ્થિતિમાં જ લોકો ચક્કાજામ કર્યો હતો. લોકોનો આરોપ છે કે, આ રૂટ પર બસના ચાલકો બેફામ બસ ચલાવે છે, જેનાં કારણે અવારનવાર અકસ્માતનાં કિસ્સાઓ બનતાં રહે છે.

Contribute Your Support by Sharing this News: