મોહિની કેટરર્સના ચારેય કર્મચારીઓને જામીન મળ્યા બાદ આજે દાંતા ખાતે મોહિની કેટરર્સના મેનેજિંગ ડિરેક્ટર કુલદીપ ચાવડાએ પ્રેસ કૉન્ફ્રરન્સ યોજીને તેમની ઉપર લગાવેલા તમામ આરોપોને ફગાવ્યા હતા
ગરવી તાકાત, અંબાજી તા. 12- અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદમાં વપરાયેલ નકલી ઘીમાં અમદાવાદના વેપારી જતીન શાહને જામીન મળ્યા બાદ અંબાજી પોલીસે મોહિની કેટરર્સના ચાર કર્મચારીઓની અટકાયત કરી હતી. જોકે હવે મોહિની કેટરર્સના ચારેય કર્મચારીઓને જામીન મળ્યા બાદ આજે દાંતા ખાતે મોહિની કેટરર્સના મેનેજિંગ ડિરેક્ટર કુલદીપ ચાવડાએ પ્રેસ કૉન્ફ્રરન્સ યોજીને તેમની ઉપર લગાવેલા તમામ આરોપોને ફગાવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે અમે છેલ્લા 5 વર્ષથી અંબાજીમાં મોહનથાળ બનાવવાનું કામ કરીયે છીએ. અમે દર વખતે સારી ડેરીઓમાંથી ઘીના ડબ્બા મંગાવવીએ છીએ અને એ જ રીતે અમે નીલકંઠ ટ્રેંડર્સમાંથી ઘીના સિલપેક ડબ્બા મંગાવ્યા હતા. ઘીના ભાવમાં ડિફરન્ટ એ માટે છે કે ઘીની ડિલિવરી વિથ ઇન્સ્યોરન્સ અને વિધાઉટ ઇન્સ્યોરન્સ સ્થળ સુધી લાવવાની અને ન લાવવાની હોય છે. જેથી તેના ભાવમાં 500 થી 1000 રૂપિયાનો ફરક હોય છે. અમે તમામ ઘી બિલ અને જીએસટી બીલથી ખરીદયું છે. નીલકંઠ ટ્રેડરર્સે અમારી સાથે છેતરપીંડી કરી હોવાથી અમે તેની ઉપર કેસ કર્યો છે. અમારી પ્રતિષ્ઠાને નીલકંઠ ટ્રેડરર્સે ખરડી છે. તેથી અમે તેની ઉપર માનહાનીનો કેસ કરીશું.
ગુજરાતમાં અનેક જગ્યાએ અમારું કામ ચાલે છે કયારેય અમારા નમૂના ફેલ થયા નથી. અમે સતત પોલીસની સામે જ હતા અને પોલીસને અમે સહયોગ કર્યો છે અને હજુ પણ સહયોગ આપવા તૈયાર છીએ. જોકે પ્રસાદમાં ઘાલમેલ મામલે મોહિની કેટર્સના વકીલ દિપેને કહ્યું હતું કે સાબરડેરીએ મોહિની કેટરર્સ ઉપર જે ફરિયાદ નોંધાવી છે તે બીલકુલ ખોટી છે. અમારો તેમની સાથે કોઈ વ્યવહાર થયો નથી.
તો બીજી તરફ મોહિની કેટરર્સના મેનેજર તખતસિંહે કહ્યું હતું મોહિની કેટરર્સની છબી અમુક લોકો ખરડી રહ્યા છે. ગુજરાતમાં અનેક જગ્યાએ અમારું કામ ચાલે છે અને અમને સારી કામગીરી બદલ અંબાજીમાં મોહનથાળ બનાવવા બદલ મંદિરને IOSનું સર્ટી મળેલ છે. અમે સેવા માટે કામ કરી રહ્યા છીએ. અનેકવાર ફૂડ વિભાગે અમારા સેમ્પલ લીધા છે, પણ ક્યારેય અમારું સેમ્પલ ફેલ નથી ગયું. જે થયું તેમાં અમે નિર્દોષ છીએ.