વડનગર એટલે કે દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા મોદીનુ માદરે વતન, ઐતીહાસીક અને પૌરાણીક નગરી તરીકે ઓળખાય છે. આ શહેરને રાજ્ય સરકાર દ્વારા પર્યટન ધામ તરીકે વિકસાવવાં માટે પ્રયાસો હાથ ધરાયા છે. જેમાંપ્રા ચીન બૌધ સ્તુપો હોય કે, હેરીટેજ હાટકેશ્વર મહાદેવ મંદિર હોય કે પછી કીર્તી તોરણ વિગેરે આ શહેરનુ મુખ્ય આકર્ષણ છે જેથી દેશ વિદેશથી પ્રવાશીઓ આવતા હોવાથી ભણેલા – ગણેલા ગાઈડકારોની જરૂર પડનાર છે. જેથી રોજગાર ઈચ્છુક અને વડનગર ઈતીહાષના જાણકાર અભ્યાર્થીઓએ પાલીકા અને મામલતદાર કચેરીનો સંપર્કમાં રહેવુ તેમ વડનગરના સરકારી તંત્ર તરફથી વિગતો સામે આવી છે.
કેન્દ્ર સરકારની ભલામણથી ગુજરાત ટુરીઝમ વિભાગ દ્વારા ઐતીહાસીક શહેર વડનગરને યાત્રાધામ તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે. જેમા હાટકેશ્વર મહાદેવ મંદિરને હેરીટેજમાં પણ સમાવેશ કરાયો છે. વડનગર એક સાંસ્કૃતીક વારસો ધરાવતી પાવન ભુમી છે. પુરાતત્વ વિભાગ દ્વારા છેલ્લા 15 વર્ષથી ઉત્ખનનની પ્રક્રીયા હાથ ધરવામાં આવી છે જેમાં શહેરના અનેક સ્થળો પરથી બૌધ સ્તુપો મળી આવ્યા હોવાથી વિશ્વ ભરના ઈતીહાસકારો તથા પુરતત્વ વિભાગ માટે કેન્દ્ર બની ગયુ છે. આ શહેરમાં તાના-રીરીની સમાધી પણ આવેલી છે. આ સીવાય આ શહેરમાં 360 કુવા, 360 વાવ, 360 મંદિરો, 360 તળાવ પણ આવેલા છે આ પણ વડનગરના સમૃદ્ધ ઈતીહાસમાં સમાયેલુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઐતીહાસીક નગરના પનોતાપુત્ર હોઈ તેમના પ્રયાશોથી વિશ્વનુ બીજા નંબરનુ મ્યુઝીયમ 500 કરોડથી વધુના ખર્ચે નિર્માણાધીન છે. જેથી આ શહેરમાં વિવિધ રોજગારની ઉત્તમ તકો પણ આવનારા સમયમાં મળનાર છે. ખાસ કરીને વિશ્વભરના પ્રવાસીઓ આ શહેરની મુલાકાતે આવતા હોઈ ગાઈડકારો માટે પણ મોટા પ્રમાણ રોજગારની ઉત્તમ તકો પેદા થઈ છે. જેથી વડનગરના ઈતીહાસના જાણકાર ગાઈડકાર તરીકે રોજગાર ઈચ્છતા લોકોએ મામલતદાર કચેરી તથા વડનગર પાલીકાના સંપર્કમાં રહેવાનુ તંત્ર દ્વારા જણાવાયુ છે.