ગરવી તાકાત મોડાસા: મેઘરજ પોલીસ સ્ટેશનના હેડકોન્સટેબલે વર્ધી નોંધાવવા કરેલ ફોનમાં ફરિયાદીને અપશબ્દો બોલતાં ઓડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતા. ત્યારે જિલ્લા પોલીસવડાએ અપશબ્દો બોલનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરતાં પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
મેઘરજ પોલીસ સ્ટેશનમાં ગતરાત્રિએ એક ફરિયાદીએ 122 નંબરની વર્ધી નોંધાવવા મેઘરજ પોલીસ મથકે ટેલીફોન કર્યો હતો.
ત્યારે પિત્તો ગુમાવી બેઠેલા મેઘરજ પોલીસ સ્ટેશનના હેડકોન્સટેબલે ફરિયાદીને ન સંભળાય તેવા અપશબ્દો બોલી ઉધ્ધત વર્તન કર્યુ હોવાનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે. જેના કારણે પ્રામાણિક પોલીસ કર્મીઓને પણ બદમાની સહન કરવાનો વારો આવ્યો છે.
જિલ્લા પોલીસવડા દ્વારા આવા ફરજમાં ઉધ્ધત વર્તન કરનાર અને અપશબ્દો બોલનાર પોલીસકર્મી કૌશિક મંગળાભાઈ ભગોરાને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ હાથ ધરવા આદેશ કરવામાં આવતા પોલીસબેડામા પોલીસ કર્મીના સસ્પેન્ડને લઈને ખળભળાટ મચ્યો છે.
ત્યારે ફરિયાદી અને પોલીસ કર્મી વચ્ચે અગાઉ તે એવી કેવી ઘટના બની હતી કે જેના કારણે પોલીસ કર્મીએ ફરિયાદીને આવા અપશબ્દો બોલવી પડી તેમજ ફરિયાદીએ ઓડિયો અડધો જ કેમ રેકોર્ડ કર્યો તે અંગે ઉચ્ચ તપાસ હાથ ધરવામાં આવેતો સત્ય હકીકત બહાર આવી શકે તેમ છે.