લાઠી તાલુકાના ભીંગરાડ ગામે વાત્સલ્ય મૂર્તિ વડીલો માટે સાત્વિક આહાર વિહાર ની વંદનીય સેવા કરતા ઉદારદિલ દાતા અને યુવાનો સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષણ અને જીવન નિર્વાહ માટે શહેરને કર્મભૂમિ બનાવી સુરત મુંબઈ અમદાવાદ જેવા ઉપનગરોમાં સ્થાયી થયેલ પરિવારોને કાયમ વતનમાં રહેલ વડીલોની ચિતા રહે છે. ત્યારે વતનથી દુરસદુર હોવા છતાંય વડીલોની ચિંતામાં ખાસ વૃદ્ધ માતા પિતાને ભોજન કોણ બનાવી આપે ? તેવા વિચારોથી ચિંતિત ભીગરાડના લોકો માદરે વતન જન્મભૂમિ ચિંતા કરી વડીલો પૌષ્ટિક ભોજન મેળવી શકે તે માટે જન્મભૂમિને યાદ રાખી. આ વડીલો માટે રોજની ચિંતા નો સુંદર ઉપાય કરાયો મહેનત વાળું કામ ન કરી શકતા હોય પણ પોતાની ખેતી જમીન મકાનનું જતન જાળવણી કરી તેની ગ્રામ્ય જીવનમાં સુખ શાંતિથી પ્રકૃતિ સાથે રહેવા ટેવાયેલ વડીલો માટે વાત્સલ્ય રૂપ રસોઈ સેવા શરૂ કરાઇ.
ગામડે રહેતા વૃદ્ધ માવતરોની કાળજી રાખી જનતાની ઉન્નતિ માટે ગ્રામ્યમાં જીવન વ્યતીત કરતા વડીલો કાયમી સાત્વિક શુદ્ધ આહાર મેળવી શકે તેની વ્યવસ્થા માટે એક મહત્વનો સમૂહ ભોજન નો સુંદર કાર્યક્રમ રાખ્યો હતો. આ વડીલો માટે કાયમી રસોડું શરૂ કર્યું છે અને રસોડાના શુભારંભ કરાયો હતો આ પ્રસંગે આ વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે હાજરી આપી આયોજકોને ખૂબ શુભેચ્છા પાઠવી હતી ભાઈઓ-બહેનોને મળી ખુશી વ્યક્ત કરી અને ગામલોકો ના આ વ્ય અવસર બિરદાવ્યો હતો.
હૈયાને હૈયાની હૂંફ મળે એજ સાચું તાપણું બાકી કોણ કેટલું આપણું છે ક્યાંય ? માપણું આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા સુરતથી ઉપસ્થિત સમાજના પ્રમુખ ડોક્ટર હરેશભાઈ ઇટાલીયા રમેશભાઈ ધામી દિનેશભાઈ લાઠીયા સરપંચ કાળુભાઈ લાઠીયા યુવા કાર્યકર વિજયભાઈ તેમજ ગીરીશભાઈ આલગીયા સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.