ગરવી તાકાત સિદ્ધપુર : સિદ્ધપુર ડેપો ખાતે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર-સંતરામપુર વચ્ચે નવી ગુર્જરનગરી બસ સેવાનો પ્રારંભ કરાવ્યો આ બસ સેવા વિસનગર, હિંમતનગર અને મોડાસા જેવા મુખ્ય શહેરોને જોડશે જેનાથી મુસાફરોને પરિવહનની વધુ સારી સુવિધા મળશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું.

આ નવી બસ સિદ્ધપુરથી સવારના સમયે ઉપડી વિસનગર, હિંમતનગર, મોડાસા અને લુણાવાડા જેવા મહત્વના માર્ગો પરથી પસાર થઈ સંતરામપુર પહોંચશે આ સેવા લાંબા અંતરની મુસાફરીને સરળ બનાવશે અને નાના-મોટા ગામો તથા શહેરો માટે કનેક્ટિવિટી વધારશે. લોકાર્પણ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ,ઉપપ્રમુખ,

એપીએમસી ચેરમેન, તાલુકા પંચાયતના હોદ્દેદારો, શહેર ભાજપ પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો અને મહિલા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા એસટી વિભાગના ડેપો મેનેજર અને કર્મચારીઓ પણ હાજર રહ્યા આ નવી બસ સુવિધાથી ખાસ કરીને નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓને લાભ.


