8 ડીસેમ્બરના રોજ વિવિધ ખેડુત સંગઠનો દ્વારા તેમના આદોંલનના ભાગ રૂપે ભારત બંધનુ એલાન કરાયુ હતુ. જેના ભાગરૂપે મહેસાણા જીલ્લાના ખેરાલુની બજારોમાં મીશ્ર પ્રતીસાદ જોવા મળ્યો હતો. જેમાં અઢધી દુકાનો ચાલુ તથા અડધી દુકાનો બંધ જોવા મળી હતી.
આ બંધના સમર્થનમાં કોન્ગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા દુકાનો બંધ કરાવવા જતા પોલીસ દ્વારા તેમની અટકાયતો કરવામાં આવી હતી. કોન્ગ્રેસી કાર્યકર્તાઓની અટકાયતો કરી પોલીસે તેમને ડીટૈન કર્યા હતા. આ સીવાય પણ રાજ્યના અનેક વિસ્તારોમાં કોન્ગ્રેસી કાર્યકર્તાઓ પ્રદર્શનમાં ભાગ લે એના પહેલા જ પોલીસ દ્વારા સરકારના ઈશારે તેમની અટકાયતો કરવામાં આવી હતી.