ગરવીતાકાત,મહેસાણા: મહેસાણામાં પ્રદુષણપરામાં ઉત્તરપ્રદેશ ના રસુલપુર ગામના રહીશ પરપ્રાંતીય ની દીકરી ઘરેથી શાળાએ જવાનું કહી ને નીકળી જી લાપતા થતા મહેસાણા શહેર એ-ડીવીઝન પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ થઇ હતી પોલીસે ગુમ્શુદાને પગલે કાર્યવાહી કરી.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર મહેસાણાના પ્રદુષિત પરામાં રહેતા જયંતીભાઈ ઓડ ના મકાન માં રહેતા ફરિયાદી રેશમા બેન રોહિતભાઈ શંભુભાઈ બિંદ ની દીકરી ગત તારીખ ૨૬મી ઓગસ્ટ ના રોજ બપોરના ૧૨ વાગે શાળાએ જવાનું કહીને ક્યાંક ગુમ થઇ ગઈ હતી.જોકે ગુમ થયેલ દીકરીને કોઈ ભગાડી ગયું કે કેમ તેની તપાસ દરમ્યાન ખબર નહોવાનું પોલીસ ફરિયાદ માં જણાવ્યું છે.

દીકરી ગુમ થયાને કારણે રેશમા બેન રોહિતભાઈ બિંદે મહેસાણા શહેર એ-ડીવીઝન પોલીઓસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.પોલીસ ગુમશૂળની ફરિયાદ ના પગલે કાનૂની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.