વિભાવરીબેનના ફેસબુક પરની તસ્વીર

ગરવી તાકાત

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તેમજ ખેતીવાડી ખાતાની અન્ય નવી બાબતોથી ખેડૂતોને માહિતગાર કરવા ગઈ કાલે મહુવા માર્કેટ યાર્ડ ખાતે કોરોનાની ગાઇડલાઇન અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે રાજ્યના રાજયકક્ષાના શિક્ષણમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિ,અનાવૃષ્ટિ તથા કમોસમી વરસાદ જેવી પરિસ્થિતિમાં ખેડૂતોને બેઠા કરવા અને આર્થિક મદદ કરવા રાજય સરકારે આ યોજના અમલી બનાવી છે.તેમણે આ યોજનામાં રાજ્યના નાના-મોટા સીમાંત તમામ ખેડૂતોને આવરી લીધા છે. અને આ યોજના માટે ખેડૂતોએ કોઈ પણ પ્રકારનું પ્રિમિયમ પણ ભરવાનું નથી.

આ પણ વાંચો – ઉંઝામાં ઉમીયામાતાના મંદિરે 7.50 કરોડના ખર્ચે બનેલ યાત્રી ભવન અને દ્વારનુ નિતીન પટેલના હસ્તે લોકાર્પણ કરાયુ

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના કૃષિ મહોત્સવ અભિયાનના લીધે ખેડૂતોની જાગૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે અને ખેડૂતો વૈજ્ઞાનિક પધ્ધતીથી ખેતી કરતા થયા છે. આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બનાવી છે. આ યોજનામાં ખેડૂતોને વાર્ષિક રૂ. ૬ હજાર રૂપિયા લેખે સહાય આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, વર્ષ-૨૦૧૯-૨૦માં ભાવનગર જિલ્લામાં ખેતીવાડી વિભાગની તમામ યોજનામાં કરોડો રૂપિયાની સહાય ખેડૂતોને તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી છે. મંત્રીશ્રીએ કહ્યું કે, ખેડૂતોને કુદરતી આપત્તિના સમયે વીમા કંપનીઓ પાસે હાથ લાંબો ના કરવો પડે તે માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલી બનાવી છે. ખેડૂતોને સમયસર વીજળી, પાણી અને ખાતર મળે તેવા પ્રયાસો આ સરકારે કર્યા છે જેના લીધે ખેડુત ધાર્યુ ખેત ઉત્પાદન મેળવતો થયો છે. ભૂતકાળમાં ગુજરાતના ખેડૂતો ૧૬ ટકાના દરે પાક ધિરાણ લઈ વ્યાજ ભરીને ત્રાહીમામ પોકારી જતા હતા. આજે ખેડૂતોને ઝીરો ટકાના દરે ધિરાણ અપાય છે.

આ પણ વાંચો – પાલનપુર પાલિકાના બાંધકામ ચેરમેન અને પૂર્વ સ્ટ્રીટલાઈટ ચેરમેન ઉપર કેબલ નાખવાની કામગીરીમાં કૌભાંડ આચરવાનો આરોપ

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ૯.૩ ટકા સરેરાશ કૃષિ વિકાસદર સાથે ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે. કપાસ અને મગફળીના ઉત્પાદનમાં ૩૦ ટકાના હિસ્સા સાથે ગુજરાત દેશમાં નંબર ૧ છે. દિવેલાના ૯૫ ટકાના ઉત્પાદન સાથે દેશમાં ગુજરાત નંબર વન છે. વરીયાળી અને જીરૂના ઉત્પાદનમાં ગુજરાત નંબર વન છે. પપૈયા અને દાડમના ઉત્પાદનમાં ગુજરાત નંબર વન છે. ઈસબગુલ પ્રોસેસિંગ અને નિકાસમાં દુનિયાભરમાં ગુજરાતનો ડંકો વાગે છે. બટાટા અને આદુના ઉત્પાદનમાં દેશભરમાં ગુજરાત મોખરે છે.

આ પણ વાંચો – કડીના લુણાવાડા ગામમાં વરસાદી પાણીનો નિકાલ કરતા દલિતોને જાતીસુચક ગાળો બોલી કામ કરતા અટકાવ્યા

આ કાર્યક્રમમાં મહુવાના ધારાસભ્ય શ્રી આર.સી.મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનાવાલ, પ્રાંત અધિકારીશ્રી મહુવા, મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દુલાભાઈ પરમાર, મહુવા નગરપાલિકા પ્રમુખશ્રી, એ.પી.એમ.સી. મહુવાના ચેરમેનશ્રી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી ભરતભાઈ હડિયા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કોસાંબી, આત્મા પ્રોજેકટ ડાયરેક્ટરશ્રી સહિતના અધિકારીઓ તેમજ મહુવા, તળાજા અને જેસર તાલુકાના ખેડૂતો હાજર રહ્યા હતા.

Contribute Your Support by Sharing this News: