ગૃહરાજય મંત્રીશ્રીએ સ્થળ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ડભોડા ખાતે સફાઈ અભિયાનમાં શ્રમદાન કર્યું
ગરવી તાકાત, મહેસાણા તા.29 – મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વિવિધ પ્રજા લક્ષી વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે પધારી રહ્યા છે ત્યારે આજરોજ ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કાર્યક્રમના પૂર્વ આયોજનની સ્થળની જાત મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. ગૃહરાજ્યમંત્રી એ સ્થળ નિરીક્ષણ કરી સંબંધીતો સર્વેને પૂર્વ તૈયારી અંગે માહિતી મેળવી હતી. તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત અધિકારીઓને તેમજ સંગઠનના અગ્રણીઓની સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરી હતી.
ગૃહરાજ્યમંત્રી સાથે પાટણ સાંસદશ્રી પાટણભરત સિંહ ડાભી , માજી ધારાસભ્ય સર્વશ્રી અજમલજી ઠાકોર, રમીલા બેન, તાલુકા પંચાયત પ્રમુખશ્રી વસુબેન ઠાકોર, અગરણી સર્વશ્રી પરથીભાઈ ચૌધરી ,કે. સી પટેલ, ભગવાન ભાઈ નરસંગભાઈ , વિનાયક પંડ્યા , ભુપતજી ઠાકોર માજી સરપંચ ડભોડા, અશોકભાઈ ચૌધરી પ્રમુખ કોમર્સ કોલેજ ખેરાલુ, બાબુજી ઠાકોર માજી ડે. તાલુકા પંચાયત પ્રમુખ , ,,દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરી,એ.પી.એમ.સીના ચેરમેન ભીખાભાઇ તેમજ જિલ્લા કલેકટર એમ નાગરાજન જોડાયા હતા.
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ આજરોજ ખેરાલુ તાલુકાના ડભોડા ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રામ સચિવાલય ડભોડાની આસપાસ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને પોતાનું શ્રમદાન કર્યું હતું. ગૃહરાજ્યમંત્રી શ્રીએ સ્થાનિકો અને જનપ્રતિનિધિઓ સાથે સફાઈ કરીને પોતાનુ સમય દાન અને શ્રમદાન કરી ઉપસ્થિતોના પ્રેરક બન્યા હતા.
આ તકે તેમની સાથે સર્વશ્રી પાટણ સાંસદશ્રી પાટણભરત સિંહ ડાભી , માજી ધારાસભ્ય સર્વશ્રી અજમલજી ઠાકોર, રમીલા બેન, તાલુકા પંચાયત પ્રમુખશ્રી વસુબેન ઠાકોર, અગરણી સર્વશ્રી પરથીભાઈ ચૌધરી ,કે. સી પટેલ, ભગવાન ભાઈ નરસંગભાઈ , વિનાયક પંડ્યા , ભુપતજી ઠાકોર માજી સરપંચ ડભોડા, અશોકભાઈ ચૌધરી પ્રમુખ કોમર્સ કોલેજ ખેરાલુ, બાબુજી ઠાકોર માજી ડે. તાલુકા પંચાયત પ્રમુખ ,દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરી,એ.પી.એમ.સીના ચેરમેન ભીખાભાઇ તેમજ જિલ્લા કલેકટર એમ નાગરાજન ખેરાલુના પદાધિકારીઓ,પ્રબુધ્ધ નાગરિકો, વિવિધ સામાજિક સંસ્થાઓ, સખી મંડળો, યોગના સભ્યો સહિત મોટી સંખ્યામાં સ્વચ્છતાગ્રહીઓ સ્વંયભૂ જોડાયા હતા.