ગરવીતાકાત,અરવલ્લી: અવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના ડોડીયા ગામના વતની અને અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાની વાલિંડા પ્રાથમિક ફરજ બજાવતા  ઇનોવેટિવ આચાર્ય મીનેશકુમાર વાળંદ ની વિવિધ ઇનોવેટિવ પ્રવૃતિઓની નોંધ  શિક્ષણ વિભાગે લીધી અને 5 મી સપ્ટેમ્બર શિક્ષક દિનના પવિત્ર દિવસે મીનેશકુમાર વાળંદ ને મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે  સન્માન પ્રાપ્ત થતા શાળા પરિવાર,વાલિન્ડાના ગ્રામજનો, અને સમગ્ર ધોલેરા તાલુકા અને ડોડીયા ગામના ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

મીનેશભાઈએ શાળામાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તા બળવતર થાય એના માટે ઘણી ઘણી નવી ઇનોવેટિવ પ્રવૃતિઓ કરી શાળામાં ઘણા ઇનોવેશન કર્યા.મીનેશભાઈ શૈક્ષણિક ઇનોવેશન માટે તો જાણીતા  છે જ પરંતુ સાથોસાથ એક સારા લેખક, કવિ અને કોલમિસ્ટ પણ છે.સમાજ અને શાળાને જોડીને એક હકારાત્મક અભિગમ થકી શ્રેષ્ટ વિદ્યાર્થીઓની મીનેશભાઈ ની કલ્પના આ ઇનોવેશનમાં મૂળમાં છે.સમગ્ર રાજ્યમાંથી ચાર આચાર્ય ને મુખ્યમંત્રીએ સન્માન કર્યું એમા ભાલ પ્રદેશમાંથી મીનેશભાઈ વાળંદની પસંદગી થઈ એ ખૂબ જ ખુશી ની વાત છે ત્યારે મીનેશભાઈ ની આ સિદ્ધિ ને સમગ્ર પંથક ના લોકોએ વધાવી અભિનંદન પાઠવ્યા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: