અમૂલના ચેરમેન રામસિંહ પરમારે આચર્યું કરોડોનું કૌભાંડ? અહેવાલ બાદ સ્પષ્ટતા કરાઇ

શેર કરવા અહીં ક્લિક કરો.

ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંધ અમૂલ ડેરીનાં ડીરેકટરો દ્વારા 28 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવા અંગેનાં મિડીયા અહેવાલોને લઈને આજે અમૂલ ડેરી ખાતે અમૂલનાં ચેરમેન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. ચેરમેન રામસિંહ પરમારએ આ અહેવાલોને પાયા વિહોણા ગણાવી કોઈ કૌભાંડ આચરવામાં નહી આવ્યું હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી

આણંદની ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંધ અમૂલ ડેરીનાં ડીરેકટરો દ્વારા કોઈ પણ ઠરાવ કર્યા સિવાય તેમજ સભાસદો અને દૂધ ઉત્પાદકોને જાણ કર્યા સિવાય પગલું ભર્યું હતું. અમૂલ રીસર્ચ અને ડેવલોપમેન્ટ એસોસીયેશનનાં ઉપકર તરીકે સભાસદોને મળનારા લીટર દીઠ દૂધનાં નાણાંથી પ્રતિ લીટર 30 રૂપિયા કાપી લઈ 28 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું તેમજ આ નાણા વસુલાત માટે સહકારી મંડળીઓનાં રજીસ્ટાર દ્વારા આદેશ આપ્યો હોવાનાં આદેશ આપ્યા હતા. આ પ્રકાશીત થયેલા અહેવાલોને આજે અમૂલનાં ચેરમેન રામસિંહ પરમારએ પત્રકાર પરિષદ યોજી આ અહેવાલો પાયા વિહોણા હોવાનું જણાવ્યું હતું.

અમૂલનાં ચેરમેન રામંસિંહ પરમારએ જણાવ્યું હતું કે, અમૂલ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસોસીએશને ખેડુતો માટે વિકાસનાં કામો કરે છે. જે નાણાનો ખેડુતોનાં હિત અને સંશોધનો માટે ઉપયોગ કરવામાં આવે છે,તેમજ સભાસદોને જાણ કરી તેમજ અમૂલમાં ઠરાવ કર્યા બાદ જ આ નાણા કાપવાનું નક્કી કરાયું છે. આ ઉપરાંત રજીસ્ટાર કચેરી દ્વારા આ નાણા રીકવર કરવાનો કોઈ આદેશ આપવામાં આવ્યા નથી. અમૂલ દ્વારા રજીસ્ટારને આનો જવાબ આપવામાં આવશે.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.