કબૂતરાબાજીમાં કરોડોનો ખેલઃ મહેસાણાના કબૂતરબાજાેએ અનેક પરિવારોને અમેરિકા મોકલ્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

— 78 પાસપોર્ટ, 44 આધારકાર્ડ, 13 ઇલેક્શન કાર્ડ, 23 પાનકાર્ડ કબ્જે કર્યા

ગરવી તાકાત ગાંધીનગર: ગાંધીનગર પોલીસે કરેલ કબૂતરબાજી કૌભાંડ પર્દાફાશ બાદ એક પછી એક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા આવો વધુ એક કબૂતરબાજીના રેકેટનો પર્દાફાશ કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપી કરોડો રૂપિયા લઈ ગેરકાયદે રીતે લોકોને વિદેશમાં મોકલતા હતા. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હરેશ પટેલ નામના કબૂતરબાજની ધરપકડ કરી છે અને ગેરકાયદે રેકેટનો પર્દાફાશ કર્યો છે. હરેશ પટેલે પૂછપરછમાં સ્વીકાર્યું કે ૨૮થી ૩૦ કુટુંબોને ગેરકાયદે રીતે અમેરિકા મોકલેલા છે. જેમાં એક વ્યક્તિ દીઠ ૬૦ થી ૬૫ લાખ લીધા છે. એટલે કે આ ખેલમાં કબૂતરબાજાેએ કરોડો રૂપિયા ખેંખેરી લીધા છે અને ગેરકાયદે લોકોને અમેરિકા મોકલ્યા છે.ખોટા દસ્તાવેજ બનાવડાવી

ડુપ્લીકેટ પાસપોર્ટ ઈશ્યુ કરાવી ભારતીય નાગરિકોને ગેરકાયદેસર યુ.એસ બોર્ડરથી ઘૂસણખોરી કરાવવાના રેકેટમાં સંડોવાયેલા ચાર આરોપીઓ પ્રજાપતિ રાજુ, હરેશ પટેલ, હાર્દિક પટેલ તથા રજત ચાવડાની ધરપકડ કરી છે. આરોપી હરેશ પટેલ અને તેનો પુત્ર હાર્દિક પટેલ છેલ્લા ૩ વર્ષથી પાસપોર્ટ એજન્ટ તરીકે કામ કરે છે અત્યાર સુધીમાં ૩૦ જેટલા ભારતીય નાગરિકોને પાસપોર્ટ તથા વિઝા કઢાવી વિદેશ મોકલી આપ્યા છે.

આ અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચે આરોપી હરેશ પટેલ પાસેથી ૭૮ પાસપોર્ટ, ૪૪ આધારકાર્ડ, ૧૩ ઇલેક્શન કાર્ડ, ૨૩ પાનકાર્ડ અને અન્ય દસ્તાવેજ કબ્જે કર્યા છે. અરોપીની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે કબૂતરબાજાેની સિન્ડિકેટ દ્વારા અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા માટે યુરોપના દેશોના ટેમ્પરરી વિઝા અપાવી ત્યાંથી મેક્સિકો મારફતે અમેરિકામાં ઘૂસણખોરી કરાવતા હતા. આરોપીઓની પૂછપરછમાં હકીકત સામે આવી હતી કે હરેશકુમાર અંબાલાલ પટેલ તથા હાર્દિક પટેલ છેલ્લાં ૩ વર્ષથી પાસપોર્ટ એજન્ટ તરીકે કામ કરે છે. આજ દિવસ

સુધી તેમણે ત્રીસેક જેટલા ભારતીય નાગરિકોને પાસપોર્ટ તેમજ વિઝા કઢાવી આપી વિદેશ મોકલી આપ્યા છે.
આરોપીઓ દિલ્હી ખાતેના એજન્ટો મારફતે સમગ્ર નેટવર્ક ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે જેઓ એક વ્યક્તિ દીઠ ૬૦ થી ૬૫ લાખ રૂપિયા લેતા હતા. જેના બદલામાં જેતે વ્યક્તિને કે ફેમેલીને ભારતમાંથી ડુપ્લીકેટ પાસપોર્ટ

કઢાવી આપી વિદેશના રેફ્યુઝી કેમ્પમાંથી બહાર લાવવાની જવાબદારીઓ એજન્ટો લેતા હતા.
જ્યારે સંપૂર્ણ કામ પૂર્ણ થયા બાદ જ તેઓના પેમેન્ટની ચૂકણી કરવામાં આવતી હતી. આરોપીઓ અત્યાર સુધીમાં કેટલા લોકોને આ રીતે બનાવટી પાસપોર્ટ કઢાવી વિદેશ મોકલ્યા છે..અને અન્ય કોણ કોણ આ નેટવર્કમાં સંડોવાયેલ છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

આરોપીઓ: (1) રાજુ પ્રજાપતિ- વડસમા ,મહેસાણા (2) હરેશ અંબારામ પટેલ, મહેસાણા (3) હાર્દિક હરેશ પટેલ, મહેસાણા (4) રજત નટવર ચાવડા- શાહીબાગ અમદાવાદ

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.