મીલેનીયમ મેગાસ્ટારનુ 77 વર્ષે અવશાન, ગુજરાતી ફિલ્મી જગતના એક યુગનો અંત

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતી ફિલ્મના મીલેનીયમ મેગાસ્ટાર નરેશ કનોડીયાનુ 77 વર્ષે કોરોનાના કારણે મોત થયુ છે. થોડા દિવસ પહેલા તેમને કોરોના પોઝીટવની ખબરો આવી હતી. જેથી તેઓ અમદાવાદના યુ.એન. મહેતા ઈન્સ્ટીટ્યુટમાં ઈલાજ કરાવી રહ્યા હતા. ગત રવિવારે તેમના ભાઈ મહેશ કનોડીયાનુ પણ કોરોના કારણે મોત થયુ હતુ. આમ ગુજરાતી ફીલ્મ ઈન્ડસ્ટ્રીએ બે મહાન કલાકારને ગુમાવ્યા છે.

નરેશ કનોડીયાનો જન્મ 20 ઓગસ્ટ 1943 ના રોજ પાટણના એક નાના ગામ કનોડા ખાતે થયો હતો. તેમના પીતા મીઠાભાઈ એક મીલમાં મજુર તરીકે કામ કરતા હતા. તેમના નામની પાછળ કનોડીયા તેમના ગામ નામ ઉપરથી રાખવામાં આવેલ છે. તેઓએ પોતાના કરીરયની શરૂઆત સ્ટેજ સીંગર અને ડાંસર તરીકે કરી હતી. બન્ને ભાઈઓ નરેશ-મહેશના નામે ખુબ નામના મેળવી હતી. નરેશ કનોડીયાએ તેમના ફિલ્મી કરીયરની શરૂઆત 1970 માં આવેલી વેલી ને આવ્યા ફુલ થી કરી હતી. ત્યાર બાદ એજ વર્ષે જીગર અને અમી નામની ફિલ્મમાં તેમને એક નાનો રોલ ભજવ્યો હતો. ત્યાર બાદના વર્ષો પછી નરેશ કનોડીયાએ વળીને પાછુ જોયુ જ નહોતુ. એક બાદ એક સુપર હીટ ફિલ્મો તેમને મળતા તેઓ 1980 ના દાયકામાં સુપરસ્ટાર બની ગયા હતા. અત્યાર સુધી તેમની 150 કરતા પણ વધુ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. નરેશ કનોડીયાને વર્ષ 2012 માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનીત કરાયા હતા. 

તેમના સુપરહીટ ફિલ્મોની યાદી તો ખુબ લાંબી છે પરંતુ થોડી ફિલ્મોની વાત કરીયે તો જોગ-સંજોગ,લાજુ-લાખન,ઉંચી મેડીના ઉંચા મોલ,રાજ-રાજવણ,ઢોલા મારૂ,મા બાપ ને ભુલષો નહી, જેવી ફિલ્મોએ તેમના સ્ટારડમને વધુ મજબુત કરવાનુ કામ કર્યુ હતુ. અત્યારે 40 થી 70 વર્ષના લોકોને નરેશ કનોડીયાની ફિલ્મો વિશે પુછવામાં આવે તો, તેઓ એ કહેવાનુ નથી ભુલતા કે 90 ના દાયકાની આસપાસ અમુક સમયે નરેશ કનોડીયાની ફિલ્મોની ટીકીટ પણ આસાનીથી નહોતી મળતી. એના ઉપરથી માલુમ કરી શકાય છે કે તેઓ તત્કાલ સમયે કેટલા લોકપ્રીય કલાકાર રહ્યા હશે.

નરેશ કનોડીયા સાથે કેટલાય પરીચીત કલાકારોએ કામ કરેલ છે. જેમાં કિરણ કુમાર,અરૂણા ઈરાની,રોમા માણેક,અશ્રાની,ઉપેન્દ્ર ત્રીવેદી, તેમના ફિલ્મોમાં પ્લેબ્લેક સીંગર તરીકે અલ્પા યાજ્ઞીક,પ્રફુલ દવે, કિશોર કુમાર,મહેન્દ્ર કપુર જેવા સીંગરોનો સમાવેશ થાય છે.

મા દિકરી સાથે કામ કર્યુ હોય એવા સુપરસ્ટાર

ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુબ ઓછા સ્ટાર છે જેમને ફીલ્મી લાઈફમાં મા અને દિકરી બન્ને સાથે કામ કર્યુ હોય. નરેશ કનોડીયાએ જયશ્રી ટી સાથે ઢોલા મારૂમાં કામ કર્યુ હતુ. અને તેની પુત્રી પીન્કી પરીખ સાથે રાજ રાજવણમાં કામ કર્યુ હતુ. એવી જ રીતે પદ્મારાણી સાથે પારસ પદણી જેવી ફિલ્મમાં કામ કર્યુ હતુ. અને તેમની પુત્રી ડેઈઝી ઈરાની સાથે પણ કામ કરી ચુક્યા છે.

રાજીનીતીક કરીયર

નરેન કનોડીયાની લોકપ્રીયતાને જોઈ ભાજપે તેમને 2002 માં કરજણની શીટ ઉપર ટીકીટ આપતા તેઓ વિજય થયા હતા. તેઓ 2002 થી 2007 સુધી ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય રહ્યા હતા.

નરેશ કનોડીયાના મોત અંગેની જાણકારી મળતા પી.એમ. સહીત અનેક લોકોએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો. જેમાં પી.એમે લખ્યુ હતુ કે બે દિવસમાં આપણે નરેશ અને મહેશને ગુમાવ્યા છે. તેમનુ દુનીયાના કલ્ચરમાં યોગદાન ખાસ કરી પોપ્યુલર ગુજરાતી સોંગ,સંગીત અને થીયેટરને લોકપ્રીય બનાવવા ભુલાશે નહી. તેમને શોષીત વંચીતના સશક્તકરણ માટે પણ કામ કર્યુ હતુ.

તેમના મોતની ખબર મળતા શુ ભાજપ અને શુ કોન્ગ્રેસ બધી પાર્ટીના નેતાઓ તેમના મોત અંગે શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્ચા હતા. જેમાં અર્જુન મોઢવાડીયાએ પણ તેમના કામની પ્રશંષા કરતા લખ્યુ હતૂુ કે,

નરેશ કનોડીયાની આટલી બધી સફળતા બાદ પણ તેઓની સાથે એક નકારાત્મક બાબતે ક્યારેય પીછો નથી છોડ્યો એ હતો તેમની ફિલ્મોના કોસ્યુમ અને ગ્રામીણ પ્રૃષ્ટભુમી. 

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.