મહેસાણાના મેઉમાં રાષ્ટ્રીય અન્ન અને સલામતી કાયદા હેઠળની અરજીઓમાં રેવન્યુ તલાટી કે તલાટી સહી સિક્કા કરી આપતા નથી.

જેથી 150થી વધુ વ્યક્તિઓ લાભથી વંચિત રહેતા હોઇ ગામના એક રહિશે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં ટેલીફોનિક ફરિયાદ કરી હતી. જેને પગલે મામલતદારને યોગ્ય કરવા જાણ કરી હતી.મહેસાણા તાલુકાના અન્ય ગામોમાં જરૂરમંદ અરજદારો સસ્તા ભાવના અનાજ માટે એનએફએસએ યોજનામાં સામેલ થવા ફોર્મમાં સહી-સિક્કા માટે રઝળપાટ કરી રહ્યા હોવા છતાં રેવન્યુ અને તલાટીઓ વચ્ચે કામગીરી વહેંચણીનો વિવાદ અટવાયેલો રહ્યો છે.