મહેસાણાની 2 વર્ષની ગુમ બાળકીને પોલીસે નેત્રમની મદદથી શોધી પરિવારને સોંપી

February 21, 2022

ગરવી તાકાત મહેસાણા: મૂળ નખત્રાણાના નેત્રાના અને હાલ મહેસાણામાં રહેતા કચ્છી પટેલ પરિવારની 2 વર્ષની બાળકી રવિવારે અન્ય બાળકો સાથે રમતાં રમતાં અચાનક ગુમ થઇ હતી. માનવ આશ્રમ ચોકડી પાસે રડતી મળેલી આ બાળકીને એક વ્યક્તિએ પોલીસને સોંપી હતી. ગુમ થયેલી બાળકીને શોધી રહેલા પરિવારને નેત્રમની ટીમે સીસીટીવી કેમેરાથી શોધી પરિવારને સોંપી હતી.

દીકરી પ્રિતીકા ગુમ થઇ છે તેવો ફોન આવતાં ધ્રાસ્કો પડ્યો હતો. કંઇ જ સમજાતું ન હતું. તે ક્યાં ગઇ હશે, શું થયું હશે, તેના પર શું વિતતી હશે એવા એક પછી એક અનેક પ્રશ્નો ઘેરી વળ્યા હતા. જ્યારે દીકરી મળી ત્યારે હાશકારો બેઠો. આ શબ્દો છે ગુમ થયેલી દીકરીના પિતા વિઠ્ઠલભાઇ પટેલના.

પ્રિતીકા તેના દાદા સાથે રવિવાર સવારે માનવ આશ્રમ ચોકડી નજીક આવેલી શંકર વિજય ટીમ્બર માર્ટમાં ગઇ હતી. સવારે દસેક વાગ્યાની આસપાસ પ્રિતીકા અન્ય બાળકો સાથે નાસ્તો લેવા ગઇ હતી. તેની સાથે બાળકો પરત ફર્યા પણ તે ન જોવા મળતાં દાદા સહિત લાટીના વ્યક્તિઓએ શોધખોળ હાથ ધરી હતી. બીજી બાજુ માનવ આશ્રમ ચોકડી નજીક પહોંચેલી પ્રિતીકાને રડતાં જોઇ ચૌધરી દિલીપકુમાર લક્ષ્મણભાઇ (રહે.તાવડિયા) તેને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. પીઆઇ જે.એસ. પટેલ અને પીએસઆઇ જે.બી. કુણીયાએ ટીમ બનાવી પ્રિતીકાનો ફોટો સોશિયલ મીડિયામાં ફરતો કરી પરિવારની શોધખોળ સાથે નેત્રમ ટીમની મદદ લઇ સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું હતું. સીસીટીવી કેમેરામાં દીકરીને શોધી રહેલા પરિવારને જોઇ પોલીસે તેમનો સંપર્ક કરી પ્રિતીકાને બપોરે પરિવારને સોંપી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0