ગરવી તાકાત, મહેસાણા

ઈસ્લામ કેલેન્ડરના પ્રથમમાસ એવા મહોરમાં ઈમામ હુસેનની યાદમાં તાજીયાની ઉજવણી આખા દેશના મુસ્લીમ સમુયદાય દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે કોરોના વાઈરસના કહેરના કારણે બધા ધર્મના ધાર્મીક તહેવારો ઉપર ગ્રહણ લાગી ગયુ છે એવામાં મુસ્લીમ ધર્મના મહોરમ તહેવારને પણ સરકારની ગાઈડલાઈન મુજબ ઉજવવામાં આવી હતી.

આ પણ વાંચો – કડી શહેરમા હુસેની તાજિયા કમિટી દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી

સરકારી ગાઈડ લાઈનનુ અનુસરણ કરી મહેસાણા જીલ્લાના જીલોસણ ગામે પણ તાજીયા કમીટીના અબ્બાસમીંયા નૂરૂમીયા પરમાર, ફકુરમીંયા બાપલમીયાં મકરાણી,અહેમદમીયાં ઉસ્માનમીયા ચૌહાણ દ્વારા, હૈદરખાન સાલીમાર,હુનુસમીંયા ગાંડામીયા ચૌહાણના માર્ગદર્શન હેઠળ સોશીયલ ડીસ્ટન્સનુ પાલન કરી મહોરમ મહિનામાં આવતો તાજીયાના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

Contribute Your Support by Sharing this News: