ગરવી તાકાત મહેસાણા : મહેસાણાની બેડ મિન્ટન સ્ટાર તસ્નીમ મીરની આંતરરાષ્ટ્રીય સિધ્ધિઓથી પ્રભાવિત થયેલા રાજયના ઉચ્ચ અધિકારીઓ અને સુરતના ઉદ્યોગપતિ આર્થિક સહયોગ આપવા તત્પર બન્યા છે. બેડમિન્ટન ક્ષેત્રે ગુજરાતનું નામ વિશ્વસ્તરે ચમકતું રાખનાર તસ્નીમ મીરના એકાઉન્ટમાં સુરતના ઉદ્યોગપતિ પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયાએ રૂ.11 લાખ જમા કરાવ્યા છે અને હજુ પણ બેડમિન્ટન ક્ષેત્રે વિકાસ કૂચ જારી રાખે તે માટે આશીર્વાદ પાઠવ્યા છે.
મહેસાણાની તસ્નીમ હાલમાં એક અન્ય સ્પર્ધામાં ભાગ લઈ રહી હોવાથી આ સહયોગ અંગે તેણીના પિતા ઈરફાન મીરને માહિતગાર કરાયા હતા. સુરતના પૂર્વ કલેકટર અને હાલમાં ગુજરાત પ્રદેશ ભાના ઉજપપપ્રમુખ મહેન્દ્રભાઈ એસ.પટેલ, આઈજી અભય ચુડાસમા અને મહેસાણા જિલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે સુરતના સવજીભાઈ ધોળકીયાનું આ અંગે ધ્યાન દોર્યું હતું. તસ્નીમ મીરની ગેરહાજરીમાં જ તેણીને રૂ. 11 લાખનું પ્રોત્સાહક ઈનામ પ્રાપ્ત થયું છે.
તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મહેસાણા