વિજાપુર સહકારી મંડળીમા પોટાશ ખાતરમાં યુરીયાની ભેળશેળ

ભેળશેળની વધુ એક ખબર બહાર આવી રહી છે સ્થળ છે મહેસાણા જીલ્લા ની વિજાપુર સહકારી મંડળી,જ્યાંથી ફુદેડા ગામના એક ખેડુતે પોટાશ ખાતરનુ ખરીદી કરતા તેમની બેગમાંથી 50 ટકા જેટલુ યુરીયા ખાતર નિકળ્યુ જેથી ખેડુતે સહકારી મંડળીમાં ફરિયાદ નોંધાવી.

ખેડુતની ફરિયાદ મળતા સહકારી મંડળીના વહિવટકારોએ સ્ટોકમાં પડેલી ખાતરની બેગોનો સેમ્પલ લઈ બધી જ 181 બેગોને શીલ મારી દીધો છે. તથા વધુમાં જણાવ્યુ છે કે ખાતરના સેમ્પલનો રીપોર્ટ 1 સપ્તાહ બાદ આવશે.

હવે જોવાનુ એ રહ્યુ કે,શુ આ સ્કેમ માત્ર ટ્રાન્સપોર્ટેશન કર્મચારીઓ દ્વારા જ આચરવામાં આવ્યો છે કે પછી આના તાર છેક સુધી જોડાયેલા છે?

Contribute Your Support by Sharing this News: