— જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા નજીક આવેલા છઠીયારડા ગામની સીમમાં તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારની ખાનગી જગ્યાઓ ઉપર અવાર નવાર જુગારધામ અડ્ડા ધમધમતાં રહે છે.
ત્યારે મહેસાણા જિલ્લા પોલીસવડા ર્ડા. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના અનુસાર તાલુકા પોલીસના પાર્થકુમાર, અને ઇમરાનખાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, છઠીયારડાથી બુટ્ટાપાલટી ગામે જતાં રોડ પર આવેલી ખરાબાની જગ્યા પર છઠીયારડા ખાતે રહેતો પઠાણ પીરખાન વજીરખાન પોતાના આર્થિક ફાયદા સારું ગંજી પાનાના જુગાર રમાડી રહ્યો છે. જે બાતમીના આધારે મહેસાણા તાલુકા પી.આઇ આર.એલ.પારગીની સૂચના પીએસઆઇ એમ.બી.વાઘેલા, હે.કો.રમેશજી, પાર્થકુમાર, મહેશજી, ઇમરાનખાન સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
જ્યાં હાજર જુગારધામ પર જુગારીયાઓમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. મહેસાણા તાલુકા પોલીસે જુગારધામ પર જુગાર રમી રમતાં પઠાણ પીરખાન વજીરખાન, રાવળ રમેશ જીવાભાઇ, બહેલીમ ઇસ્લમખાન ભીખનખાન, પરમાર કમલેશ સેધાભાઇ તમામ રહે.
છઠીયારડા તેમજ બાબી આરીફ અનામતખાન ઉમરેજખાન, બાબી આરીફ દાઉદખાન, બાબી અબ્દુલકરીમ નાયીઝ મહંમદ રહે. બાબીવાડા મહેસાણાવાળો મળી કુલ સાત શખ્સોને જુગારના સાહિત્ય તેમજ રોકડ રકમ ૧૨ હજાર સાથે ઝડપી પાડી જુગારધારા એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા