મહેસાણા તાલુકા પોલીસ અને નેત્રમ કંટ્રોલની કમાલ 6.61 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો 

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા તાલુકા પોલીસે પ્રદુષણ પરામાં રહેતા બે તસ્કરોને ચોરીના મુદ્દામાલ સાથે દબોચી લીધા 

તળેટી ગામની સીમ અને શોભાસણ રોડ પર આવેલ ઓટો લોકેશનમાંથી તસ્કરો 6.61 લાખનો મુદ્દામાલ તફડાવી ગયા હતા

ગરવી તાકાત, મહેસાણા તા. 29 – (Sohan Thakor) – મહેસાણાના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતાં તળેટી ગામની સીમ તથા શોભાસણ રોડ પર આવેલ ઓટો લોકેશન પરથી તસ્કરોએ મોનીટર, કોપર સ્ટીપ, અર્થિંગ કેબલ, ઇન્સ્યુલેટર, એ.સી.કોપર, પાઇપ, સીપીયુ તથા એમ. એમ કેબલ મળી કુલ રૂપિયા 6.61 લાખના મુદ્દામાલની ચોરી થવા પામી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા મહેસાણા તાલુકા પી.આઇ જે.પી.સોલંકી તથા તેમની ટીમ અને નેત્રમ કંટ્રોલની કર્મચારીઓની ટીમની મદદથી બંને જગ્યાએ થયેલી ચોરીના ભેદ ગણતરીના દિવસોમાં મહેસાણા તાલુકા પોલીસે ઉકેલી ત્રણ તસ્કરોને પાંજરે પૂર્યા હતા.

મહેસાણા તાલુકા વિસ્તારમાં બનતી ચોરી લૂંટ સહિતની ઘટનાઓના ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા માર્ગદર્શન મુજબ મહેસાણા તાલુકા પીઆઇ જે.પી.સોલંકી, પીએસઆઇ એમ.બી.પઢિયાર, પીએસઆઇ વી.પી.સોલંકી, હેકો હિરેનકુમાર, ભરતકુમાર, પોકો. જવાનસિંહ, અમરસિંહ, તરૂણકુમાર, ચેતનકુમાર, ભાવિકકુમાર, ઇમરાનખાન, જીજ્ઞેશકુમાર, પંકેશકુમાર સહિતની ટીમ તેમજ નેત્રમ કંટ્રોલની ટીમ મહેસાણાના તળેટી સીમમાં તેમજ શોભાસણ રોડ પર આવેલા ઓટો લોકેશન પરથી તસ્કરોએ મોનીટર, કોપર સ્ટીપ, અર્થિંગ કેબલ, ઇન્સ્યુલેટર, એ.સી.કોપર, પાઇપ, સીપીયુ તથા એમ. એમ કેબલ મળી કુલ રૂપિયા 6.61 લાખના મુદ્દામાલની ચોરીની ઘટના નોંધાઇ હતી. જે બંને જગ્યાઓ પર થયેલી ચોરીના ગુનાનો ભેદ નેત્રમ કંટ્રોલ ટીમની કમાલ અને તાલુકા પી.આઇ જે.પી.સોલંકીની સૂઝબૂઝથી ચોરીની બંને ઘટનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી દીધો હતો.

મહેસાણા તાલુકા પોલીસે સીસીટીવી કુટેજના આધારે મહેસાણાના પદુષણ પરામાં રહેતા દિનેશ ઉર્ફે દિલીપ અમરતભાઇ દેવીપૂજકના ઘરે લોડીંગ રીક્ષા નંબર જીજે01-સીટી-1417 શંકાસ્પદ જણાતાં ચોરીનો મુદ્દામાલ લોડીંગ રીક્ષામાં પડેલ હોવાની હકીકત ચકાસતા ચોરીનો મુદ્દામાલ તેમાં પડ્યો હતો. જ્યારે પદુષણ પરામાં રહેતો વિષ્ણુભાઇ ભગવાનભાઇ વાલ્મીકીની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે વધુ પુછપરછમાં દેવરાસણ તરફ જતી નર્મદા કેનાલમાં અન્ય મુદ્દામાલ ફેકી દીધો હતો જે સ્થાનિક તરવૈયાઓની મદદથી ડેલ કંપનીનું મોનીટર, કીબોર્ડ, માઉસ સહિતનો મુદ્દામાલ રીકવર કરી કાર્યવાહી હાથ ધરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.