એક તરફ ત્રણ કૃષી બીલના વિરોધમાં દિલ્હીની સરહદો પર વિવિધ ખેડુત સંગઠનો છેલ્લા 8 મહિના કરતા પણ વધુ સમયથી આદોંલન કરી રહ્યા છે. જેમાં તેમની 2 મુખ્યમાંગ છે, ત્રણ કૃષી કાનુન રદ કરી એમએસપીનો કાનુન બનાવવામાં આવે. આ પરિસ્થિતી વચ્ચે દેશભરના ખેડુતો પોતાના અધિકારને લઈ વિવિધ સરકારો પાસે પોતાને મળવાપાત્ર હક્કની માંગ કરી રહ્યા છે ત્યારે મહેસાણા ખાતે ભારતીય કિસાન સંઘે મામલતદારને પોતાની પડતર માંગોને લઈને આવેદન પત્ર આપ્યુ છે. જેમાં ખેડુતોને પાકનો પુરતો ભાવ મળે તથા સીંચાઈ, જમીન માપણી બાબતે રજુઆત કરી તેમની સમષ્યાઓનુ સમાધાન લાવવા જણાવ્યુ હતુ.
આ પણ વાંચો – મહેસાણા કોર્ટ : 26 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલ આરોપીઓના જામીન નામંજુર !
ભારતીય કિસાન સંઘની ઉત્તર ગુજરાત સંકલન સમિતીએ ખેડુતોના વિવિધ પડતર પ્રશ્નોને લઈ સરકારને અનેક રજુઆતો કરી ચુકી છે. પરંતુ આજ દિન સુધી તેમની માંગોનો સ્વીકાર કરવામાં નથી આવ્યો. ત્યારે આજે ફરિવાર કિસાન સંઘે મામલતદાર મારફતે સરકારને રજુઆત કરી છે કે, (1) સમાન સિંચાઈ દર અને સમાન વિજદર અન્ય રાજ્યોની સરખામણીએ કરી આપવો, જેમ કે પંજાબ, હરીયાણા, અને ઉત્તરપ્રદેશના રેટ પ્રમાણે કરવા (2) એરંડાના ટેકાના ભાવ સત્વરે જાહેર કરવા જે ઉત્તર ગુજરાતમાં મોટા પાયે વવાતો પાક છે. (3) જમીન રી – સર્વેમાં થયેલી અનેક ભુલો સરકાર પાયાનો પ્રશ્ન ગણી સત્વરે ઉકેલવા વ્યવસ્થા કરે.
આ પણ વાંચો – ભરત ઠાકોર : “હુ તો કાગળીયા લખી લખી થાક્યો , ભાજપ સરકાર સાંભળતી નથી” – રોડ બનાવતી કંપનીને બ્લેક લીસ્ટ કરવા માંગ
તમને જણાવી દઈયે કે, જમીન માપણીમાં મોટા પ્રમાણમાં કૌભાંડ થયુ હોવાથી ખેડુતોને ભારે હાંલીકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં તેમને વેચાણ, લોન વારસાઈ બાબતે તકલીફો પડી રહી છે. આ સીવાય ઉત્તર ગુજરાતમાં એરંડાનુ વાવેતર મોટા પ્રમાણમાં થયુ હોવાથી દરેક ખેડુતને સરખા ભાવ નથી મળી રહ્યા. જેથી એંરડાના ખેડુતોને નુકશાની વેઠવાનો સમય આવ્યો છે. આથી ખેડુત સંગઠને પોતાની રજુઆતમાં જણાવ્યુ છે કે, સરકાર દ્વારા ખેડુતોનુ શોષણ કરવામાં આવી રહ્યુ છે. ખેડુત ખેતીમાં જરૂરીયાત સાધન સામગ્રી બજારમાંથી ઉંચા ભાવે ખરીદે છે તેની સામે ખેત પેદાશના ટેકાના ભાવો સરકાર આપતી નથી. અને સરકાર ટેકાનો ભાવ નક્કી પણ કરે તો પુરે પુરો માલ ખરીદવામાં આવતો નથી જે ખેડુત ઉપર અત્યાચાર છે.