મહેસાણામાં સ્ટ્રીટલાઈટોના પોલ ઉપર જાહેરાતોના નાણા ઉઘરાવવા બાબતે, વિપક્ષ નેતાએ પાલીકા પ્રમુખ ઉપર મામલાને ડાયલ્યુટ કરવાનો આરોપ લગાવ્યો છે. નગરપાલીકાએ છેલ્લા 4-5 મહિનાથી સ્ટ્રીટલાઈટના થાંભલા પર લગાવેલ જાહેરાતોના નાણા ઉઘરાવેલ નથી. જેથી પાલીકાને અંદાજે 20-22 લાખ રૂપીયાનુ નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. આ બાબતે વિપક્ષ નેતાએ નાણા ઉઘરાવવા રજુઆત કરી હતી. પરંતુ પાલીકાએ નાણા ઉઘરાવવાની જગ્યાએ ચોરી-છુપેથી જાહેરાતો ઉતારી હતી. આ ગોટાળા મામલે પાલીકા પ્રમુખે એક અખબારને નિવેદનમાં જણાવ્યુ કે, 20 લાખનુ ટેન્ડર આજ દિન સુધી થયુ જ નથી તો ભ્રષ્ટાચાર કેવી રીતે થયો ગણાય? તેથી સુતરીયાએ પ્રમુખ ઉપર જનતાને તથા પત્રકારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. જેમાં તેમને જણાવ્યુ છે કે, છેલ્લા 4-5 માસના બાકીના નાણા વસુલવામાં આવે.
મહેસાણા નગરપાલીકામાં વિપક્ષ નેતાએ ગત અઠવાડીયે સ્ટ્રીટલાઈટો પર લગાવેલ જાહેરાતોના નાણા જમા લેવા બાબતે રજુઆત કરી હતી. પરંતુ છેલ્લા 4-5 માસના નાણા ઉઘરાવવાની જગ્યાએ પાલીકાએ કોઈ પણ રેકોર્ડીંગ વગર જાહેરાતો ઉતારી દીધી હતી. પાલીકાની આ કાર્યવાહીથી સ્પષ્ટ થતુ હતુ કે, હાલમાં લગાવેલ જાહેરાતો ગેરકાયદેસર છે. જેમાં નાણાની રીકવરી તથા જવાબદારો વિરૂધ્ધ પગલા ભરવાને બદલે પ્રમુખે આ ગોટાળા પર પડદો પાડવાની કોશીષ કરી હતી. જેમાં તેમને કહ્યુ હતુ કે, વિપક્ષના નેતા બેબુનીયાદ આરોપ લગાવી રહ્યા છે. આ સ્ટ્રીટલાઈનની જાહેરાતોમાં હજુ સુધી ટેન્ડર જ પાડવામાં આવ્યુ, જેથી ભ્રષ્ટાચાર થયો એમ કહી શકાય નહી.
તેમના આ નિવેદન પર સુતરીયાએ વળતી પ્રતિક્રીયામાં જણાવ્યુ કે, મારી રજુઆત ભ્રષ્ટાચાર બાબતે નહી પરંતુ નાણા ઉઘરાવવા મામલે હતી. પરંતુ પ્રમુખ દ્વારા ટેન્ડરનો મુદ્દો છેડી આ પ્રકરણ ઉપર પડદો પાડી દેવાની કોશીષ કરવામાં આવી રહી છે. જેમાં તેઓ જાણકારીને અભાવે જનતાને તથા પત્રકારોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
સુતરીયાએ એમ પણ ઉમેર્યુ હતુ કે, અગાઉ પણ પ્રમુખ દ્વારા ખોટા નિવેદનો કરવામાં આવેલ છે. જેમાં તેમને નવેમ્બર માસમાં શીવમ હેરીટેઝ પાસે આવેલ રોડ પર ગંદા પાણીના નિકાલ માટે બીલ્ડરને 3 નોટીસો ફટકારી હોવાનો દાવો કર્યો હતો. જે દાવો બીલકુલ ખોટો અને તથ્યહીન હતો. જો શીવમ હેરીટેઝને કોઈ પણ પ્રકારની નોટીસ ફટકારવામાં આવી હોય તો તેને જાહેર કરવામાં આવે.