આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત બોર્ડર સીક્યોરીટી ફોર્સ દ્વારા ફીટ ઈન્ડીયા મુવમેન્ટનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં બીએસએફના જવાનો દ્વારા જમ્મુથી છેક દાંંડી સુધી સાયકલ યાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેની શરૂઆત 75 સ્વાતંત્ર દિન એટલે કે 15 મી ઓગસ્ટના રોજ કરવામાં આવી. આ યાત્રા 2 ઓક઼્ટોમ્બરના રોજ દાંંડી ખાતે પહોંચવાની છે. ગતરોજ બીએસએફ જવાનોની 1993 કીલોમીટર લાંબી સાયકલ યાત્રા મહેસાણા ખાતે પહોંચી હતી. આ બીએસએફ જવાનોનુ રાત્રી રોકાણ આરંભ પબ્લિક સ્કૂલના આંગણે રાખવામાં આવ્યુ હતુ. જ્યાં સ્કુલના પ્રીન્સિપાલ કૌશલબેન દેસાઈએ ભારતીય પરંપરા મુજબ કુમ કુમ અક્ષત તિલક દ્વારા બીએસએફના જવાનોનુ સ્વાગત કર્યુ હતુ. આ કાર્યક્રમમાં કેમ્પસના ડાયરેક્ટર બળદેવભાઈ દેસાઇ તથા મોટી સંખ્યામાં વિધાર્થીઓએ હાજર રહી જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.
આજ રોજ સવારના સમયે આ સાયકલ યાત્રા દાંડી તરફ જવા રવાના થઈ હતી. જેમાં મહેસાણા શહેરના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જેમાં સાંસદ શારદાબેન પટેલ, કલેક્ટર સહીતના લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં સેનાના જવાનોને લીલી ઝંડી આપી દાંડી તરફ જવા રવાના કરાયા હતા.