મહેસાણા : કડીના ચકચારી દારૂકાંડમાં રાજકારણ ઘૂસ્યા બાદ મંગળવારે સાંજે મહેસાણા એસપી મનિષ સિંઘની દાહોદ જીઇઁ ગૃપ-૪માં બદલી કરી દેવાઇ છે. તો દારૂકાંડમાં જ મહેસાણા એલસીબી પીઆઇ એસ.એસ. નિનામાની રાતોરાત જુનાગઢ બદલી કરી તાત્કાલિક ફરજ પર હાજર થવા ડીજીએ આદેશ કરતાં પોલીસબેડામાં ચર્ચાસ્પદ બન્યું છે.
તપાસના અંતે ખોટું થયાનું જણાશે તો સાચા નામ બહાર લાવવા માટે ઉચ્ચ રજૂઆત મનિષસિંઘની જગ્યાએ પોરબંદર એસપી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલને મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, દારૂકાંડમાં ચોક્કસ જ્ઞાતિના કર્મચારીઓને બચાવી નિર્દોષને ફસાવાયા હોવાની અનેક લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટ કરી તપાસ સીબીઆઇને સોંપવા માંગણી કરાતાં રાજકારણ ગરમાયું હતું. કડી દારૂકાંડમાં પોલીસ વગોવાઇ છે ત્યારે હવે પોલીસ તપાસમાં દારૂમાં હાથ ખરાબ કરનારાઓને બહાર રાખી અન્ય પોલીસકર્મીઓની ખોટી સંડોવણી કરાયાનો મુદ્દો ઉછળ્યો છે અને તે સંબંધે વડાપ્રધાનને મોટી સંખ્યામાં લોકોએ ટ્વીટ કરી સમગ્ર તપાસ સીબીઆઇને સોંપવા માંગણી કરી છે. બીજીબાજુ ધારાસભ્ય કરશનભાઇ સોલંકીને મળેલા ભાજપના તાલુકા સંગઠનના હોદ્દેદારોએ તપાસના નામે અનેક સવાલ ઉઠાવતાં રાજકીય ગરમાવો સર્જાયો છે. ધારાસભ્યએ કહ્યું કે, સોમવારે કડી ભાજપ કાર્યાલયમાં સંગઠનવાળા આવ્યા હતા અને દારૂ કેસમાં જવાબદાર પોલીસને બચાવી અન્યોની ખોટી સંડોવણી બતાવ્યાનું કહી રાજીનામું આપવાની વાત કરી હતી. પરંતુ હજુ તપાસ ચાલુ છે અને એસપી સાથે વાત થતાં તેમણે તપાસ ચાલુ હોઇ બીજા પણ અંદર આવી શકે છે તેમ જણાવ્યું છે. આ કેસમાં તપાસના અંતે ખોટું થયાનું જણાશે તો સાચા નામ બહાર લાવવા માટે ઉચ્ચ રજૂઆત કરીશું.
કડી પોલીસ સ્ટેશનમાં માંડવો બંધાયો છેલ્લા ૪ વર્ષમાં પકડાયેલા દારૂની ગણતરી હાથ ધરાઇ કડી પોલીસ સ્ટેશનમાં મંગળવારે બંધાયેલો મંડપ જોઇ પ્રથમ દ્રષ્ટિએ કોઇ પ્રસંગ જેવું જણાયું, પરંતુ તપાસ કરતાં ઉચ્ચ અધિકારીની હાજરીમાં છેલ્લા ૪ વર્ષ દરમિયાન ઝડપાયેલા દારૂના જથ્થાની ગણતરી થતી હતી. છેલ્લા ૪ વર્ષથી દારૂનો જથ્થો ૨ કન્ટેનર, પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમ અને ક્વાટર્સમાં રાખેલ હોઇ તે તમામ માલની ગણતરી શરૂ કરાતાં અગાઉ દારૂની ગણતરીમાં રોકાયેલા સરકારી અધિકારી પણ ગોથે ચઢ્યા હતા.
વિજિલન્સના અધિકારીને બાતમી મળી અને દારૂના નાશનો તખ્તો ઘડાયો કડીમાં દારૂની બોટલોના બારોબારિયા મામલે વિજિલન્સના એક ચોક્કસ જ્ઞાતિના પીએસઆઇને જાણ થતાં તેણે મહેસાણા પોલીસના કહેવાતા વહિવટદારોને જાણ કરતાં જ ઇન્કવાયરી શરૂ થતાં પહેલાં દારૂનો નાશ કરવાનો તખ્તો ઘડાયો હતો અને પ્લાનિંગ મુજબ કેનાલમાં દારૂનો નાશ કર્યો, પરંતુ કહેવાય છે કે, ચોરના પગ કાચા તે કહેવત જવાબદાર પોલીસ કર્મીઓ માટે સાર્થક થઇ છે. કડી પોલીસ ક્વાર્ટરમાં ૬૨ નંબરનું મકાન જેમના નામે ફાળવાયું છે તેની સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે.
પીઆઇ ગઢવીએ ઝડપેલા ટ્રેલરમાંથી કાઢેલી ૩૦૦ પેટી દારૂનો વહિવટ થયો કડી પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઇ ગઢવીના સમયમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલું ટ્રેલર ઝડપાયું હતું અને તે સમયે કહેવાતા બે વહિવટદારોએ તેમાંથી ૩૦૦ પેટીઓ કાઢી હતી. જોકે, આ બંનેની બદલી થતાં ભૂલાયેલો દારૂ ગણતરી સમયે બહાર આવ્યો હતો. ગણતરીથી વધુ મળી આવેલી ૩૦૦ પેટીઓ પૈકી ૨૦૦ પેટી પોલીસના કહેવાતા વહિવટદારોએ ઉંટવા પાટિયા પાસે જય ભોલે હોટલ નજીક ઉંટવા અને વિડજના ૩ શખ્સોને વેચી મારી હોવાનું જાણવા મળ્યું છે.