નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં 12 અને 13 નવેમ્બરે તાના રીરી પોગ્રામ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમના ભાગરૂપે તંત્રએ પણ તડામાર તૈયારી કરી છે. જેમાં જીલ્લાનુ વહીવટીતંત્ર પણ કામે લાગી ગયુ છે. તાના રીરી પ્રોગ્રામમાં અનેક ખ્યાતનામ કલાકારો ઉપસ્થિત રહેવાના હોઈ પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત રીતે ગોઠવી દેવાયો છે.
મહેસાણાના વડનગરમાં તાના રીરીની યાદમાં નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા ત્યારે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. બાદમાંં વર્ષ 2010માં તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ આપવાનુ શરૂ કરાયુ હતુ. વડનગરમાં આ વખતે પણ અનેક ખ્યાતનામ કલાકારો તથા મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહીત રાજકીય નેતાઓ ઉપસ્થિત રહેવાના હોઈ મહેસાણાના પોલીસ વડા પાર્થ રાજ ગોહિલ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં કુલ 646 પોલીસ કર્મીઓને બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. આ બંદોબસ્તમાં 2 – Dysp, 07 – PI, 18- PSI, 585 – HCPC, તથા 34 – GRDના જવાનો સામેલ છે.